ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
‘સબકા સાથ સબકા વિકાસ’નું સૂત્ર આપનાર ભાજપ સત્તા માટે ચૂંટણીમાં પાણીની જેમ જનતાના પૈસા ખર્ચે છે. આ પાર્ટીએ પાંચ રાજ્યોમાં તાજેતરના ચૂંટણી પ્રચાર પર કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમ છતાં તેને ઓછી સફળતા મળી છે.
ચાલુ વર્ષે માર્ચમાં આસામ, પુડુચેરી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપે 252 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ખાસ કરીને આ રકમમાં પાર્ટીએ 151 કરોડ રૂપિયા માત્ર પશ્ચિમ બંગાળમાં જ ખર્ચ્યા છે. જો કે પ. બંગાળમાં TMCના અધ્યક્ષ મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્ય પ્રધાન બન્યા. ભાજપ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા નિવેદન દ્વારા આ ચૂંટણીઓ પરના ખર્ચનો ખુલાસો કરવામાં આવ્યો છે.
સાવચેત રહેજો! યુરોપ બન્યું કોરોના મહામારીનું કેન્દ્ર, આ દેશોમાં ફરી લોકડાઉનની વિચારણા, જાણો વિગતે
ચૂંટણી પંચને સોંપવામાં આવેલા ખર્ચની વિગતો અનુસાર ભાજપે આ 5 રાજ્યોની ચૂંટણીમાં પ્રચાર પર 252 કરોડ 2 લાખ 71 હજાર 753 રૂપિયાનો ખર્ચ કર્યો છે. કુલ નાણાંમાંથી 60 ટકા માત્ર તૃણમૂલ કોંગ્રેસ શાસિત રાજ્ય પશ્ચિમ બંગાળમાં જ ખર્ચવામાં આવ્યા હતા. આસામમાં રૂ. 43.81 કરોડ અને પુડુચેરીમાં રૂ. 4.79 કરોડ ખર્ચ્યા છે. ભાજપે તમિલનાડુમાં ચૂંટણી પ્રચારમાં 22.97 કરોડ રૂપિયા ખર્ચ કર્યા જ્યાં તેને 2.6% મત જ મળ્યા અને કેરળમાં 29.24 કરોડ રૂપિયા ખર્ચ્યા જ્યાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) તેની સત્તા બચાવવામાં સફળ રહી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારને સત્તા પરથી હટાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી. ચૂંટણી પ્રચારમાં 151 કરોડ રૂપિયા ખર્ચ કરીને પણ ભાજપને અહીંથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.