News Continuous Bureau | Mumbai
Blast At Convention Centre In Kerala : કેરળ (Kerala) ના કોચ્ચિમાં એક કન્વેન્શન સેન્ટર ( Convention Center ) માં એક બાદ એક 5 બ્લાસ્ટ (Blast) થવાથી હડકંપ મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા સહિત 23 લોકોને ગંભીર ઈજા થઈ છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બ્લાસ્ટ રિવવારે સવારે થયો હતો. જ્યારે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી.
કેરળના એર્નાકુલમના કલામસેરી ( Ernakulam ) સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. શંકાસ્પદ આતંકવાદી હુમલા (Terrorist Attack) માં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કથિત રીતે યહોવાના સાક્ષી પરિષદ દરમિયાન થયો હતો અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ત્યાં ત્રણ વિસ્ફોટ થયા હતા.
One person died, over 20 injured in blast at convention centre in Kochi
— Press Trust of India (@PTI_News) October 29, 2023
સૂત્રોએ જણાવ્યું છે કે, પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે આ એક આતંકવાદી હુમલો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. થ્રીક્કાકરાના સહાયક પોલીસ કમિશનર (SP) બેબી પીવીએ મીડિયાને કહ્યું છે કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 20-25 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે 5-10 સેકન્ડમાં બે વિસ્ફોટ થયા હતા.
Kerala CM Pinarayi Vijayan terms blast in Kalamassery as ‘unfortunate’
— Press Trust of India (@PTI_News) October 29, 2023
NSGની NBDS ટીમ પણ કેરળ જશે….
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કેરળ વિસ્ફોટના મુદ્દે કેરળના સીએમ સાથે વાત કરી છે. NSGની NBDS ટીમ પણ કેરળ જશે. પ્રશાસને હોસ્પિટલોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘વિસ્ફોટ હોલની વચ્ચે થયો હતો. મેં વિસ્ફોટના ત્રણ અવાજો સાંભળ્યા. હું પાછળ હતો. ત્યાં ઘણો ધુમાડો હતો.
#WATCH | Visuals from Ernakulam, Kerala where one person died, and several injured in an explosion at a Convention Centre in Kalamassery https://t.co/hir8k808v2 pic.twitter.com/305HuzA4gg
— ANI (@ANI) October 29, 2023
ઘટના અંગે માહિતી આપતાં પોલીસે કહ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પ્રાથમિક તપાસ મુજબ 5 થી 10 સેકન્ડની અંદર બે વિસ્ફોટ થયા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો ઘટનાસ્થળે છે. તપાસમાં સ્પષ્ટ થશે કે તે બોમ્બ બ્લાસ્ટ હતો કે નહીં. નોંધનીય છે કે, આજે એટલે કે રવિવારે અહીં યહોવાના સાક્ષી પરિષદ ની પ્રાર્થના સભા યોજાઈ રહી હતી. યહોવા સાક્ષી સંમેલન એ વાર્ષિક મેળાવડા છે જેમાં ‘પ્રાદેશિક સંમેલનો’ કહેવાય છે જે સામાન્ય રીતે ત્રણ દિવસ લાંબી હોય છે.
It’s a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB
— ANI (@ANI) October 29, 2023
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: પીએમ નેતન્યાહૂએ ફરી આપી ચેતવણી, કહ્યું ‘હમાસને પુરી રીતે નષ્ટ કરીશું, યુદ્ધનો બીજો તબક્કો શરૂ’.. વાંચો વિગતે…
વિસ્ફોટ બાદ કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આરોગ્ય વિભાગના ડાયરેક્ટર અને મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરને કલામસેરી બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. મંત્રીએ રજા પર ગયેલા તબીબો સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક પરત ફરવાનો નિર્દેશ આપ્યો છે. કલામાસેરી મેડિકલ કોલેજ, એર્નાકુલમ જનરલ હોસ્પિટલ અને કોટ્ટયમ મેડિકલ કોલેજમાં વધારાની સુવિધાઓ તૈયાર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
કેરળમાં એક કાર્યક્રમમાં હમાસના નેતાની ઓનલાઈન હાજરી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ વિસ્ફોટ થયો હતો. નોંધનીય છે કે, ખાલિદ મશાલે શનિવારે પેલેસ્ટાઈનના સમર્થનમાં આયોજિત રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. ખાલેદ મશાલ હમાસ પોલિટબ્યુરોના સ્થાપક સભ્ય હોવાનું કહેવાય છે અને તે 2017 સુધી તેનો અધ્યક્ષ હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એ કહ્યું કે, આ ઘટના ‘પિનરાઈ વિજયન સરકારની નિષ્ફળતા’ દર્શાવે છે અને ઈવેન્ટના આયોજકોએ તેને ‘કંઈ અસામાન્ય નથી’ ગણાવ્યું.