ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 30 ઓક્ટોબરે લોકસભાની ત્રણ બેઠકો અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે.
આ દરમિયાન ચૂંટણી પંચે પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને લઈ મોટી જાહેરાત કરી છે કે વિજેતા ઉમેદવાર વિજય સરઘસ નહીં કાઢી શકે.
વિજેતા ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિ સાથે જવા માટે મંજૂરી આપવામાં આવેલા 2બે વ્યક્તિઓને સંબંધિત રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આસામની પાંચ, પશ્ચિમ બંગાળની ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયની ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનની બે-બે અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની એક-એક સીટ માટે વિધાનસભા પેટાચૂંટણી આયોજિત કરી હતી.
