ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં 5 મહીના મફત અનાજ, પ્રવાસી મજુરોના ભાડા પર ઘર, જનરલ ઈંશ્યોરન્સ કંપનીમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણને લઈને નિર્ણયો કરવામાં આવ્યા. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આ યોજનાનો ખર્ચ 1 લાખ 49 હજાર કરોડ રૂપિયા છે. આઝાદી બાદ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે, 8 મહીના સુધી 81 કરોડ લોકોને ફ્રીમાં અનાજ મળી રહ્યું છે. વડાપ્રધાને ગત દિવસોમાં તેનો વિસ્તાર કરવાની જાહેરાત કરી. આજે મંત્રીમંડળે તેને લાગુ કરી. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધી આ યોજના લાગુ રહેશે. જેમાં એક વ્યક્તને 5 કિલો ફ્રીમાં અનાજ મળશે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગત 3 મહીનામાં 1 કરોડ 20 લાખ ટન અનાજ આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં 2 કરોડ 3 લાખ ટન અનાજ ફ્રીમાં આપવામાં આવશે. અન્ય એક નિર્ણય વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 107 શહેરોમાં 1 લાખ 8 હજાર નાના ઘર બનીને તૈયાર છે. તે ઘર પ્રવાસી મજુરોને ભાડે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારના વધુ એક નિર્ણય વિશે તેમણે જણાવતા કહ્યું હતું કે, દેશમાં ત્રણ જનરલ ઈંશ્યોરન્સ કંપનીઓ છે. સરકાર તેમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણ કરશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com