વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે શિક્ષણ વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી.
આ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવી છે.
હવે જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના 15 દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે
CBSE અભ્યાસક્રમમાં ધોરણ 10 મા ૧૮ લાખ તેમજ ધોરણ-12માં ૧૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
