ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું- જ્યાં એક સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 10 % થી વધુ આવે, ત્યાં 14 દિવસનું લોકડાઉન જરૂરી
દેશમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. બગડતી જતી સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે નવી ગાઇડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારે લોકડાઉન લગાવવાનું છે અને ક્યારે કન્ટેનમેન્ટ ઝોન બનાવવાના છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોએ લોકો સામે કડક પગલાં લેવા પડશે. કોઈ વિસ્તારમાં પોઝિટિવિટી રેટ સતત એક સપ્તાહ સુધી 10 % આવે છે કે કોઈ હોસ્પિટલમાં 60 % બેડ ભરાય જાય છે તો ત્યાં 14 દિવસનું લોકડાઉન જરૂરી છે.
હવે થૂંકશો તો મોંઘુ પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ નવો દંડ નક્કી કર્યો. જાણો રકમ.
રાજ્યોના જિલ્લામાં નાના – નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની સલાહ આપવામાં આવી છે . ગૃહ મંત્રાલયે કહ્યું કે મોટા કન્ટેનમેન્ટ ઝોન બનાવવાથી બચવું જોઈએ . જરૂર પડે તો સમગ્ર વાતની યોગ્ય તપાસ કર્યા બાદ જ આ પગલાં ઉઠાવવામાં આવે . પહેલાં તપાસ કરી લેવું જરૂરી છે કે કેટલી મોટી વસ્તીમાં સંક્રમણ ફેલાયું છે અને કેટલાં વિસ્તારને બંધ કરવા જોઈએ . ગૃહ મંત્રાલયે કહ્યું કે લોકડાઉન લગાવવાથી પહેલાં એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે કે જેથી લોકડાઉન લગાવવાનો હેતુ પુરો થઈ શકે