ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણને મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેના ગુણગાન ગાતા ચકચાર મચી ગઈ હતી. નથુરામ ગોડસે મહાન હિંદુ નેતા હતો પણ તેણે મહાત્મા ગાંધીની હત્યા કરી નાખી! એવું વિવાદાસ્પદ નિવેદન આચાર્ય પ્રમોદે એક ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. તેમના આ નિવેદન પર રાહુલ ગાંધી તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરી શકે છે એવું તેમને ટીવી ચેનલની એન્કરે કહ્યું હતું. જોકે સત્તાવાર રીતે કોંગ્રેસે હજી સુધી આચાર્યની આ ટિપ્પણી પર કોઈ નિવેદન આપ્યું નથી.
સુપ્રીમ કોર્ટની ફટકારની અસર, સેના આટલી મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર; જાણો વિગતે
એક ટીવી કાર્યક્રમમાં આચાર્ય કૃષ્ણને કહ્યું હતું કે ગોડસેને હિંદુ ધર્મથી અલગ કરી શકાય નહીં. જો કોઈ આતંકવાદી પણ હિંદુ હશે તો તેને પણ હિંદુ જ કહેવામાં આવશે. તેમના આ વિધાન બાદ જોકે ભાજપના નેતાઓ કોંગ્રેસ પર તૂટી પડયા હતા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રાહુલ ગાંધીને ઢોંગી અને ઈચ્છાધારી હિંદુ ગણાવ્યા હતા. રાહુલ ગાંધી પર કરવામાં આવેલી ટીકાને લઈને આચાર્ય કૃષ્ણન નારાજ થઈ ગયા હતા અને ભાજપની દરેક વાત રાહુલ ગાંધીથી શરૂ થઈને તેના પર જ આવી પૂરી થાય છે એવી ટીકા કરી હતી.