ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
કોરોનાની ગંભીર લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે. એવામાં હવે નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે કોરોના લાંબા સમય સુધી સાથે જ રહેશે. જોકેએનો પ્રભાવ ઘટી જશે. એ મહામારી નહીં તો સામાન્ય બીમારી બની સતત સાથે રહેશે અને વ્યાપક રસીકરણ આમાં મોટી ભૂમિકા ભજવશે.
આ અંગે દિલ્હી સરકાર દ્વારા સંચાલિત લોક નાયક જય પ્રકાશ (LNJP) હૉસ્પિટલના ડૉક્ટરે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના સતત મ્યુટેટ થતો રહે છે એટલે કે એના સ્વરૂપમાં બદલાવ થઈ રહ્યા છે. એના આ ગુણને કારણે એ લાંબો સમય સુધી ટકી રહેશે, એવી નિષ્ણાતોને ડર છે. એના સ્વરૂપમાં થતા આ પરિવર્તનને ધ્યાનમાં લેતાં એવું જણાય છે કે કોરોનાના કેસ ટૂંક સમયમાં શૂન્ય થઈ જશે એ શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે આજે કોઈ પણ સર્જરી કરતાં પહેલાં હેપેટાઇટીસ અને HIV ટેસ્ટ કરવો જરૂરી છે તેમ જ ભવિષ્યમાં કોરોના ટેસ્ટ પણ ફરિજયાત બની શકે છે. રસીકરણને કારણે કોરોનાનું જોખમ ઘટી જરૂર જશે, પરંતુ એક સામાન્ય બીમારી તરીકે એ આપણી વચ્ચે રહેશે.