ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
PM મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે કોરોના વાયરસ સામેની લડાઈમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
કોવિન ડેશબોર્ડના ડેટા અનુસાર ભારતમાં 5.08 વાગ્યા સુધી બે કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે.
રસીકરણના એક દિવસનો આ રેકોર્ડ છે. આ સાથે ભારત ચીનના એક દિવસીય રસીકરણ રેકોર્ડની નજીક આવી ગયું છે.
ચીનમાં 28 જુલાઈ 2021 ના રોજ, 24 મિલિયનથી વધુ રસી ડોઝ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઓએ આજે દેશવ્યાપી રસીકરણ અભિયાનની જાહેરાત કરી હતી. આ માટે 1 લાખ 9 હજારથી વધુ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.