ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુન 2020
કરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે માત્ર છેલ્લા 15 દિવસમાં જ એક લાખ કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 72300 કેસો નોંધાયા છે અને આમ વિશ્વમાં બે લાખ દર્દીઓ ધરાવતા ભારત નો સાતમો ક્રમ નોંધાયો છે. આમ છતાં ભારતમાં મૃત્યુ દર સૌથી ઓછો એટલે કે 2.82 ટકા જ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 8,909 કેસ નોંધાયા છે, જેમાંથી 217 ના મૃત્યુ થયાં છે. સાથે જ ભારતમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 2,07,615 પર પહોંચી છે, જેમાંથી 1,01,497 સક્રિય કેસ સામે આવ્યાં છે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કુલ 1,00,303 ઠીક થઈને ડિસ્ચાર્જ લઈ ઘરે ગયા છે. અને આથી જ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઘણી સારી સ્થિતિમાં છે એમ કહી શકાય.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ કોવિડ 19 નો ફેલાવો કેટલો થયો છે એ જાણવા માટે 34000 લોકો પર ટેસ્ટ કર્યા છે જેનું પરિણામ આવવાનું બાકી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે "કોરોના કેસોની સંખ્યા અને મૃત્યુદર ને ધ્યાનમાં લઈને ભારત સાતમા ક્રમે છે એ કહેવું યોગ્ય નથી કારણ કે ભારતની આબાદી અન્ય સૌથી અસરગ્રસ્ત 14 દેશો જેટલી છે..