- ભારતમાં આજથી કોરોના વેકસીનની ડ્રાય-રન અથવા ટ્રાયલ રન શરુ થવા જઇ રહ્યું છે.
- કેન્દ્ર સરકાર પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં મોક ડ્રિલ કરશે.
- મોક ડ્રિલ જિલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં આયોજિત કરવામાં આવશે.
- આ અભ્યાસથી સરકાર એ સમજવા માગી રહી છે કે જ્યારે વેક્સીનની પ્રક્રિયા શરુ થશે તો કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે.
- આ અભ્યાસ હેઠળ રસીની આપૂર્તિ કરવી, તપાસ રસીદ અને આવશ્યક ડાટા નાંખવો, વેક્સીન પ્રક્રિયા સાથે જોડાયેલ સમૂહના સભ્યોને તૈનાત કરવા, એક બીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજનું પરીક્ષણ સામેલ હશે.