Site icon

રામ મંદિરના દાતાઓ માટે ખુશખબરી, ઇન્કમટેક્સ વિભાગ આપશે આટલી મોટી રકમની છુટ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 ઓગસ્ટ 2020

 હવે રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા ઇચ્છતા દાતાઓ દિલ ખોલીને દાન કરી શકશે.. મંદિરના નિર્માણ માટે મોટી રકમ આપનારાઓ માટે ખુશખબરી છે. અયોધ્યા સ્થિત ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ’ માં દાન આપનારને આઈકર વિભાગ મોટી છૂટ આપવા જઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2020- 21 માટે સરકારે દાન આપનારને ટેક્સમાં નિશ્ચિત ટકા સુધીની રાહત આપવાની ઘોષણા કરી છે.. નોંધપાત્ર વાત એ છે કે ટ્રસ્ટની આવકને પહેલાથી જ ઇન્કમટેક્સ એક્ટના સેકશન 11 અને 12 હેઠળ છૂટ આપવામાં આવી છે.. 

જો કે દાન આપનાર દાતા એ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાન આપનાર વ્યક્તિ એ રસીદ લેવી ફરજીયાત રહેશે. આ રસીદમાં ટ્રસ્ટનું નામ, સરનામું, ફોન-નંબર, દાન આપનાર નું નામ અને દાનની રકમ જરૂર લખેલી હોવી જોઈએ. 

નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ આ નિયમ આવકવેરાનું 1961 ની કલમ 80G મુજબ છૂટ અપાશે.. આ નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ, HUF, કંપની– કોઈ ફંડ કે ચેરીટેબલ સંસ્થાને આપવાના આવેલા દાન પર ટેક્સમાં છૂટ મેળવી શકે છે. દાતાઓ આ દાન  રોકડ અથવા તો ચેક એમ બંને સ્વરૂપે આપી શકે છે.  આમ અત્યાર સુધી જે લોકો મોટી રકમ રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા ઇચ્છતા હતા, પરંતુ, અવઢવમાં હતા એ લોકોને આયકર વિભાગે રાહત કરી આપી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version