ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
આખરે લાંબા સમયથી ચાલુ ખેડૂત આંદોલનનો અંત આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ 378 દિવસ બાદ કિસાન મોરચાએ ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
સરકાર તરફથી આજે સવારે સત્તાવાર પત્ર મળ્યાં બાદ બપોરે ખેડૂતોની બેઠક યોજાઈ જે પછી ખેડૂતોએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી છે.
પત્રમાં સરકારે કહ્યુ છે કે, એમએસપી પર સરકારે કમિટી બનાવવાનુ નક્કી કર્યુ છે અને તેમાં ખેડૂત આગેવાનો પણ સામેલ હશે.
સાથે જ ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા માટે દરેક રાજ્ય સરકારે સંમતિ આપી હોવાનુ પણ પત્રમાં સરકારે કહ્યુ છે
ખેડૂતો દિલ્હી બોર્ડર 11 ડિસેમ્બર સુધી ખાલી કરી દેશે. ત્યારબાદ તેઓ 13 ડિસેમ્બરે અમૃતસરના હરમિન્દર સાહિબમાં માથું ઝૂકાવશે.
