News Continuous Bureau | Mumbai
Patalkot Express : આગ્રાના ભાંડઇ રેલવે સ્ટેશન પર પાતાલકોટ એક્સપ્રેસમાં(PaTALKOT eXPRESS) આગ લાગવાથી મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન મથુરાથી ઝાંસી તરફ જઈ રહી હતી. ત્યારે અગમ્ય કારણોસર બે જનરલ ડબ્બા આગની(FIRE) ઝપેટમાં આવી ગયા. આગ લગતા જ ઘટનાસ્થળ પર બુમરાણ મચી ગઈ હતી. કેટલાક યાત્રીઓએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યા હતા. આ ઘટના(accident) (બુધવારે 25 ઓક્ટોબર) બપોરની છે. જ્યાં ભાંડઇ રેલવે સ્ટેશન પાસે પાતાલકોટ એક્સપ્રેસમાં આગ લાગી ગઈ. 13 ઇજાગ્રસ્ત યાત્રીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ લગતા જ ટ્રેનને રોકીને બધા યાત્રીઓને સકુશળ ઉતારવાનું કામ શરૂ થયું હતુ. તો ફાયર વિભાગની ટીમને તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. નસીબજોગ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ. જો કે, 13 ઇજાગ્રસ્ત યાત્રીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મળતા જ રેલવેના(Indian railway) અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. અત્યારે આગ લાગવાનું કારણ અકબંધ છે. તો ટ્રેનના બે ડબ્બામાં આગ લાગવાથી રુટ પર અવર-જવર બાધિત થઈ ગઈ હતી.
आगरा झांसी रेलवे ट्रैक पर पातालकोट एक्सप्रेस ट्रेन की चार बोगियों में भीषण आग लगने की घटना बेहद दूर्भाग्यपूर्ण है। मुझे उम्मीद ही नहीं बल्कि पूरा भरोसा है कि नकारा रेलमंत्री अश्विनी वैष्णव अपना इस्तीफा नहीं देंगे। #PatalkotExpresspic.twitter.com/JXpFY4JYgQ
— Hansraj Meena (@HansrajMeena) October 25, 2023
આ દુર્ઘટના સમયે ટ્રેનના બે એ ડબામાં 150થી વધુ મુસાફરો સવાર હતા…
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રેન આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પહોંચી અને પછી અહીથી ઝાંસી માટે રવાના થઈ હતી. થોડા કિલોમીટર દૂર ગયા બાદ ટ્રેનના જનરલ ડબ્બામાં ધુમાડો અને આગની લપેટો નીકળતી નજરે પડી હતી. જેથી યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ. જાણકારી મળતા જ ડ્રાઇવરે ટ્રેન રોકી દીધી અને કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી. ટ્રેન બંધ થતાં જ મુસાફરોએ ડબ્બામાંથી કૂદીને પોતાના જીવ બચાવ્યા. ત્યાં સુધી બે ડબ્બા આગની ઝપેટમાં પૂરી રીતે આવી ચૂક્યા હતા. એવામાં તેમણે ટ્રેનના અન્ય ડબ્બાથી અલગ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા પહોંચી ગઈ હતી. સમય રહેતા બધાને સકુશળ કાઢી લેવામાં આવ્યા હતા. કોઈ જનહાનિના સમાચાર નથી. જો કે 13 ઇજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાનો જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ ભયાનક છે.
જોકે આ દુર્ઘટના એક મોટી હોનારતમાં ફેરવાઈ જાય તે પહેલાં દેવદૂત બનીને આવનાર બીજી કોઈ નહીં પણ રેલવે ગેટમેન જ હતો. અહેવાલ અનુસાર યશપાલ સિંહ (Yashpal singh) નામના ગેટમેને ટ્રેનમાં આગ લાગી હોવાની જાણકારી તાત્કાલિક સ્ટેશન માસ્ટરને આપી હતી. સ્ટેશન માસ્ટરે એલર્ટનેસ બતાવતા ટ્રેનના બંને ડબાનો વીજ સપ્લાય બંધ કરી દીધો. પછી બંને કોચને ટ્રેનથી અલગ કરી દેવાયા. જો ગેટમેને આ જાણકારી ન આપી હોત તો કદાચ મોટી હોનારત સર્જાઈ હોત. માહિતી અનુસાર આ દુર્ઘટના સમયે ટ્રેનના બે એ ડબામાં 150થી વધુ મુસાફરો સવાર હતા. આગરા રેલવે ડિવિઝનના પીઆરઓ શ્રીવાસ્તવે કહ્યું કે આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન ન્યૂઝ એજન્સીએ રેલવેના સંદર્ભે X પર લખ્યું કે, આગ્રા-ધોલપુર વચ્ચે ટ્રેન પાતાલકોટ એક્સપ્રેસમાં ધુમાડો નીકળવાની જાણકારી મળી હતી. એન્જિનમાંથી ચોથા કોચ GSમાં કોચમાં ધુમાડો જોયો હતો. ત્યારબાદ ટ્રેનને તરત જ રોકી દેવામાં આવી અને કોચને અલગ કરી દેવામાં આવ્યો. કોઈ પણ જાનહાનિ થઈ નથી. હાલત કાબૂમાં છે.
આ સમાચાર પણ વાંચો : Andheri Gokhale bridge: ડેડલાઈન ફરી લંબાઈ ગોખલે પુલની એક લેન હવે આ તારીખે ખુલ્લી મુકાશે.. જાણો વિગતે અહીં…