Site icon

Gautam Singhania: ગૌતમ સિંઘાનિયાની પત્નીનો ગંભીર આરોપ, ” મારો પતિ મને અને મારી પુત્રી સાથે કરતો હતો મારપીટ.. જાણો શું છે આ સમગ્ર મામલો.. વાંચો અહીં.

Gautam Singhania: નવાઝ મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે તેના પતિ સાથે તેના સંબંધો કેવા હતા? આ વાતનો ખુલાસો કર્યો હતો. જેમાં નવાઝ મોદીએ પોતાના પતિ ગૌતમ સિંઘાનિયા પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે…

Gautam Singhania Gautam Singhania's wife made a serious allegation, My husband used to beat me and my daughter

Gautam Singhania Gautam Singhania's wife made a serious allegation, My husband used to beat me and my daughter

News Continuous Bureau | Mumbai

Gautam Singhania: ગયા અઠવાડિયે અબજોપતિ અને રેમન્ડ ગ્રુપ ( Raymond Group ) ના ચેરમેન ગૌતમ સિંઘાનિયા ( Gautam Singhania ) એ પત્ની નવાઝ મોદી ( Nawaz Modi ) થી અલગ થવાની ( Divorce ) જાહેરાત કરી હતી. લગ્નના 32 વર્ષ બાદ તેઓએ આ નિર્ણય લીધો હતો. નવાઝ મોદીએ છૂટાછેડા માટે એલિમોની પ્રોપર્ટી ( Alimony Property ) ના 75 ટકા હિસ્સાની માંગણી કરી છે . નવાઝ મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે તેના પતિ સાથે તેના સંબંધો કેવા હતા? આ વાતનો ખુલાસો કર્યો હતો. જેમાં નવાઝ મોદીએ પોતાના પતિ ગૌતમ સિંઘાનિયા પર ખૂબ જ ગંભીર આરોપ ( allegation ) લગાવ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ નવાઝ મોદીએ આરોપ લગાવ્યો કે સપ્ટેમ્બર મહિનામાં ગૌતમ સિંઘાનિયાએ મને અને મારી પુત્રીને નિર્દયતાથી માર માર્યો હતો. નવાઝ મોદીએ કહ્યું કે આ પ્રકારની મારપીટ 10 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે થઈ હતી. “ગૌતમે મને અને મારી પુત્રી નિહારિકાને લાતો અને મુક્કા માર્યા હતા. લગભગ 15 મિનિટ સુધી અમને બંનેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. ગૌતમની બર્થડે પાર્ટી પછી સવારે 5 વાગ્યાની આસપાસ તેણે અમને બંનેને માર માર્યો હતો. 9 સપ્ટેમ્બરે ગૌતમનો જન્મદિવસ હતો. માર માર્યા બાદ તે અચાનક ઘટનાસ્થળેથી ગાયબ થઈ ગયો હતો. મને લાગ્યું કે તે તેની બંદૂક અથવા કોઈ અન્ય હથિયાર લઈને આવશે,” એમ નવાઝ મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

આ આરોપ પર ગૌતમ સિંઘાનિયાએ કોઈ ટિપ્પણી કરી નથી…

હું મારી દીકરીને સલામતી માટે બીજા રૂમમાં લઈ ગયી. નવાઝ મોદીના આ આરોપ પર ગૌતમ સિંઘાનિયાએ કોઈ ટિપ્પણી કરી નથી. “મારી બે સુંદર દીકરીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને હું મારા પરિવારની ગરિમા જાળવવા માંગુ છું. તેથી હું તેના વિશે કંઈ કહીશ નહીં. મારા અંગત જીવનનું સન્માન કરો,” ગૌતમ સિંઘાનિયાએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું. બધાને લાગતું હતું કે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી વચ્ચે બધુ બરાબર છે. પરંતુ દિવાળીની પાર્ટીના અવસર પર બંને વચ્ચેના તીવ્ર મતભેદો સામે આવ્યા હતા. ગૌતમ સિંઘાનિયાએ થાણેના રેમન્ડ સ્ટેટમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. નવાઝ નોદીને આ પાર્ટીમાં એન્ટ્રી નથી મળી. હતી. જે બાદ આ બધો વિવાદ શરૂ થયો હતો. 13 નવેમ્બરે ગૌતમ સિંઘાનિયાએ જાહેરાત કરી હતી કે તેઓ તેમની પત્ની નવાઝ મોદીથી અલગ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Most Expensive Market: મુંબઈનું લિંકિંગ રોડ કે દિલ્હીનું કનોટ પ્લેસ નહીં, આ છે દેશનું સૌથી મોંઘું રિટેલ માર્કેટ: અહેવાલ.. જાણો વિગતે..

58 વર્ષીય ગૌતમ સિંઘાનિયાએ 1999માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. ગૌતમ સિંઘાનિયાની કુલ સંપત્તિ 11,660 કરોડ છે. નવાઝે એલિમોનીમાં 75% હિસ્સો માંગ્યો છે. આ રકમ 8745 કરોડ રૂપિયા છે.

77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
Exit mobile version