News Continuous Bureau | Mumbai
Asaduddin Owaisi બિહાર ચૂંટણીમાં પોતાની પાર્ટીનું ભવિષ્ય અજમાવવા માટે AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) ના વડા અસદુદ્દીન ઓવૈસી પણ મેદાનમાં ઉતરી ગયા છે. તેમણે સીમાંચલમાં રેલીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન તેમણે સત્તા પક્ષની સાથે-સાથે વિપક્ષી દળો પર પણ આકરા પ્રહારો કર્યા. સાથે જ, તેમને ભાજપની બી ટીમ કહેવા પર પણ વળતો પ્રહાર કર્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન ઓવૈસીએ એવો પણ દાવો કર્યો કે જો બિહારમાં NDA ગઠબંધન જીતશે, તો આ વખતે નીતિશ કુમાર ના બદલે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બનશે.
ભાજપની બી ટીમ હોવાના આરોપો પર વળતો જવાબ
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઓવૈસીએ કહ્યું, “બિહારમાં જો NDA ની સરકાર બનશે તો આ વખતે નીતિશ કુમાર નહીં, પરંતુ ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બનશે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારા પર ભાજપની બી ટીમ હોવાનો આરોપ લાગે છે અને તમે મુસ્લિમ વોટ કાપવા માટે બિહાર આવ્યા છો. તેમણે કહ્યું કે આ માત્ર એક આરોપ છે. લાલુ પ્રસાદ યાદવના ઘરની બહાર પાર્ટી કાર્યકર્તાઓના પહોંચવા પર તેમણે કહ્યું કે, “દુશ્મન પણ તમારા ઘરે આવે તો તેને બેસાડીને વાત કરવી જોઈએ.” તેમણે કહ્યું કે, “લાલુ યાદવ અને તેજસ્વી યાદવને કયા વાતનો ડર છે તે મને ખબર નથી, પણ મારા દિલમાં કોઈ ડર નથી.” તેમણે કહ્યું કે ગત વખતની જેમ આ ચૂંટણીમાં પણ સીમાંચલમાં જે પણ પાર્ટી રહેશે તેને તેઓ હરાવશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત
2020 ની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ સીમાંચલની પાંચ બેઠકો પર જીત મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. આ પરિણામ રાષ્ટ્રીય જનતા દળ (RJD) માટે એક મોટો આંચકો સાબિત થયો હતો. જોકે, બાદમાં ચાર ધારાસભ્યો RJDમાં જોડાઈ ગયા હતા.અગાઉ, બિહારમાં ભાજપને મદદ કરવાના આરોપો પર નારાજગી વ્યક્ત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે જો તેમની પાર્ટીને છ બેઠકો આપવામાં આવે તો તેઓ વિપક્ષી દળોના ગઠબંધન ‘ઈન્ડિયા’માં જોડાશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસી કિશનગંજમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, જ્યાંથી તેમણે ત્રણ દિવસીય ‘સીમાંચલ ન્યાય યાત્રા’ની શરૂઆત કરી હતી.