News Continuous Bureau | Mumbai
ભારતીય હવામાન વિભાગ(IMD)એ કહ્યું છે કે ચોમાસું જલ્દી પાછું ફરવાનું નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ સપ્ટેમ્બર મહિના(Rain in Septermber)માં વધુ સમય સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
અગાઉ 25 ઓગસ્ટે હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની સામાન્ય તારીખ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસું(Southwest Monsoon) વહેલું પાછું ખેંચવાની આગાહી કરી હતી
ઉલ્લેખનીય છે કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન છ ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના મોટા ભાગમાં ઓછો વરસાદ થયો છે.
