Site icon

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી લિખિત ‘ધ પ્રેસિડેન્શિયલ યર્સ’માં સોનિયા ગાંધી અને મનમોહન સિંહને જવાબદાર ઠેરવ્યા.. કેમ!? વાંચો વિગતવાર…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું અવસાન ગયા ઓગસ્ટ મહિનામાં થયું છે. હાલ તેમનું બહુચર્ચિત પુસ્તક બહાર પડ્યું છે. જેમાં તેમણે 2014માં કોંગ્રેસ ની કરારી હાર માટે ડોક્ટર મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. પુસ્તકમાં તેમને લખ્યું છે કે, કેટલાક કોંગ્રેસના સભ્ય એવું માનતા હતા કે, જો તેઓ પોતે વડાપ્રધાન બની ગયા હોત તો પાર્ટીને સત્તા ગુમાવવી પડી ના હોત. 

Join Our WhatsApp Community

છાને ખુણે કહેવાતું રહ્યું છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે જ પ્રણવ દા ને રાષ્ટ્રપતિ બનાવ્યા હતાં. જેથી સત્તા ગાંધી પરિવારની પાસે જ રહે. આ પુસ્તકમાં તેનો આડકતરો ઈશારો પણ પ્રણવ ડા એ આપ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તર ‘ધ પ્રેસિડેન્શિયલ ઈયર્સ'માં લખ્યું છે- “મારા રાષ્ટ્રપતિ બન્યા પછી કોંગ્રેસે દિશા ગુમાવી દીધી હતી. ત્યારે સોનિયા પાર્ટીના પ્રશ્નો સંભાળી શકયા ન હતાં. બીજી તરફ તત્કાલીન વડાપ્રધાન ડો મનમોહન સિંહના સંસદમાં ગૃહથી સતત ગેરહાજર રહેવાથી સાંસદો સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો હતો." 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું પુસ્તક ''ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ” જાન્યુઆરી 2021માં પ્રકાશિત થવાનું છે. પ્રણવ મુખર્જીએ આ પુસ્તક પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળના અનુભવો પર લખ્યું છે. 

પ્રણવ મુખર્જીએ પોતાના આ પુસ્તકમાં વડાપ્રધાન મોદી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરખામણી કરી છે. કેમકે પ્રણવ મુખર્જી બંનેના કાર્યકાળમાં રાષ્ટ્રપતિ રહી ચુક્યા હતા.  પ્રણવ દાએ લખ્યું છે કે, ડો. મનમોહન સિંહના કાર્યાલય નો વધારે સમય તેમના યૂપીએ ગઠબંધનને બચાવવામાં જ નિકળી ગયો. જેમની ખરાબ અસર વહીવટ પર પડી. 

જ્યારે વડાપ્રધાન મોદી વિશે તેમને લખ્યું છે કે, મોદી દ્વારા  નિરંકુશ/એકતંત્રની જેમ સરકાર ચલાવવાનો રસ્તો પસંદ કરવામાં આવ્યો. જેના ઉદાહરણ સ્વરૂપે સરકાર, વિધાનસભા અને ન્યાયપાલિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ.. આમ હવે દેશના લોકો અને પ્રણવ મુખર્જી ના ચાહકો તેમના લખેલા સંસ્મરણો ની રાહ જોઈ રહયાં છે.

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version