News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ વચ્ચે વારાણસીમાં દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા, જેમાં ૧૦૦ ઇલેક્ટ્રિક બસોની આપૂર્તિ, ઊર્જા ક્ષેત્રમાં સહયોગ અને શિક્ષણમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને મોરેશિયસ માત્ર પાર્ટનર નથી, પરંતુ એક પરિવાર છે.
ભારત-મોરેશિયસના સંબંધો એક પરિવાર જેવા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા માટે ગર્વની વાત છે કે મને મોરેશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામનું મારા સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સ્વાગત કરવાનો મોકો મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પ્રાચીન કાળથી કાશી ભારતની સભ્યતા અને સાંસ્કૃતિક આત્માનું પ્રતીક રહી છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચ્યા છે અને ત્યાંની જીવનશૈલીનો હિસ્સો બની ગયા છે. તેમણે કહ્યું કે, મોરેશિયસના મિત્રોનું કાશીમાં સ્વાગત કરવું એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ આત્મિક મિલન છે.
#WATCH | Varanasi, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, “I am proud to say that India and Mauritius are not just partners but a family. Mauritius is an important pillar of India’s Neighbourhood First policy and Vision Mahasagar. In March, I had the privilege of… pic.twitter.com/510oVxhp24
— ANI (@ANI) September 11, 2025
#WATCH | Varanasi, UP: Mauritius PM Dr. Navinchandra Ramgoolam says, “…I also want to thank you, Prime Minister and your government for the generous courtesy that has been extended to us, to my delegation since our arrival. On our landing in Varanasi, both my wife and I were… pic.twitter.com/YlupvzS4LX
— ANI (@ANI) September 11, 2025
કયા મુદ્દાઓ પર થયા કરાર?
વડાપ્રધાન મોદીએ કરારોની વિગતો આપતા કહ્યું કે, આઈઆઈટી મદ્રાસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટેશન મેનેજમેન્ટે મોરેશિયસ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. આ કરારો શિક્ષણ અને સંશોધનમાં ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ભારત મોરેશિયસના વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) ની સુરક્ષા અને દરિયાઈ ક્ષમતાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. મોરેશિયસને ૧૦૦ ઇલેક્ટ્રિક બસો આપવામાં આવી રહી છે. ઊર્જા ક્ષેત્રમાં થયેલા વ્યાપક ભાગીદારી કરારથી આ સંબંધો વધુ ગાઢ બનશે.
આ સમાચાર પણ વાંચો : Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
મોરેશિયસના પીએમ એ શું કહ્યું?
મોરેશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામે વડાપ્રધાન મોદીનો ઉષ્માભર્યો આવકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “ભારતની વિવિધ સરકારોએ મોરેશિયસના વિકાસની યાત્રામાં સાથ આપ્યો છે. અમે આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ, રિન્યુએબલ એનર્જી અને દરિયાઈ સુરક્ષા સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ભારતની ઉદાર સહાયતા અને વિશેષજ્ઞતાનો લાભ ઉઠાવ્યો છે.” તેમણે જણાવ્યું કે ભારતના સમર્થનથી મોરેશિયસના લોકોના જીવનધોરણમાં નક્કર સુધારો થઈ રહ્યો છે.