ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરારને લઈને દિલ્હીમાં બે દિવસીય બેઠક બુધવારે ખત્મ થઈ
પાકિસ્તાની પક્ષે ભારતને વિનંતી કરી છે કે તેઓ અન્ય ભારતીય હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સની ડિઝાઇન વિશે માહિતી આપે, જેને આગામી દિવસોમાં વિકસિત કરવાની યોજના છે. ભારતીય પક્ષે ખાતરી આપી હતી કે સંધિની જોગવાઈઓ હેઠળ જરૂરત પડવા પર માહિતી પૂરી પાડવામાં આવશે.
