ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
ભારતને 40 વર્ષ બાદ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સેશનની મેજબાની કરવાની ફરી તક મળી છે.
ભારતે ચીનના બેઈજિંગમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના 139માં સત્રમાં તેની મેજબાનીની બોલી જીતી છે.
ભારતનો પક્ષ સાંભળ્યા બાદ ઓલિમ્પિક સંઘે ભારતને આઈઓસીની મેજબાની સોંપવાનો નિર્ણય કર્યો છે.
વર્ષ 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સેશન યોજાશે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિકની મેજબાની કરવાની ભારતને બીજી વાર તક મળી છે આ પહેલા 1983માં દિલ્હીમાં આ સેશનનું આયોજન થયું હતું.
