294
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
મળતી વિગતો પ્રમાણે, આ દુર્ઘટના ગુરેઝ સેક્ટરના બરૌન વિસ્તારમાં થઈ છે, જ્યાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે.
અચાનક ખામી સર્જાતા તે ક્રેશ થયું હતું. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાયલોટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હોવાનું માનવામાં આવે છે પરંતુ અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપી નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 26 ફેબ્રુઆરીના રોજ તેલંગણાના નાલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલોટના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે
You Might Be Interested In