ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
ભારતીય અર્થતંત્ર કોરોનાની મહામારી પહેલા જ ધીમું પડી રહ્યું હતું. જીડીપી વૃદ્ધિ દર છ વર્ષના સૌથી નીચા દરે આવી ગયો છે. કોરોના રૂપી મહામારી, એને રોકવા દેશ વ્યાપી લોકડાઉનના કારણે આર્થિક મંદી ગહેરાય છે. એક ચોંકાવનારા અહેવાલ માં એસબીઆઇના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપી ઘટી જતાં દરેક નાગરિકે માથાદીઠ 38841 રૂપિયાની નુકશાની ભોગવી પડશે. પાડોશી રાજ્ય ગુજરાતમાં આ નુકસાની 45018 રૂપિયા આંકવામાં આવી છે.
ભારતીય સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં દેશની જીડીપીમાં 16.5 ટકાના ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. અગાઉ મે મહિનામાં એસબીઆઇના રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ત્રિમાસિક જીડીપીમાં 20 ટકાથી વધુના ઘટાડાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે વર્તમાન અનિશ્ચિત સ્થિતિમાં કેટલીક શરતો સાથે હવે 16.5 ટકા નો ઘટાડો અંદાજવામાં આવ્યો છે.
અત્યાર સુધી લગભગ 1000 લિસ્ટેડ એકમોએ પ્રથમ ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. જેના મુજબ કુલ આવકમાં 25 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચોખ્ખી આવકમાં 55 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ GVA ગ્રોસ વેલ્યુ એડીશન માં પણ ઘટાડો માત્ર 14.1 ટકા રહ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે જુલાઈ અને ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાયું હોવાનું જણાયું છે. આમ કોરોનાના કેસોમાં વૃદ્ધિ થતાં પણ કંપનીઓની આવકમાં મોટો ફરક જોવા મળ્યો છે. કોરોના ને કારણે દેશમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે. તેની અસર દરેક સેક્ટર પર જોવા મળી રહી છે. ઘણા ક્ષેત્રોમાં હજી પણ પ્રવૃત્તિઓ, ઉત્પાદન શરુ જ નથી થયું. લોકોના પગારો અડધા થઈ ગયા છે અથવા રોજિંદું કમાતા લોકોની આવક બંધ થઈ ગઈ છે. આ બધાની અસર દેશ ની GDP પર પડી છે. એમ એસબીઆઇના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com