ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
શશી થરુરે બ્રિટનને ઝટકો આપ્યો. આ કાર્યક્રમમાં નહીં જાય કારણ કે બ્રિટને ભારતનું નાક કાપ્યું છે.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
યુકે સરકારે ઇંગ્લેન્ડની અંદર આવવા માટે અને જવા માટે જારી કરેલી નવી કોવિડ એડવાઇઝરીના લીધે વિવાદ સર્જાયો છે.
કેરળના તિરુવનન્તપુરમના સાંસદ શશી થરૂરે યુકેના આ કોવિડ નિયમની ઝાટકણી કાઢી છે.
તેમણે કહ્યું કે યુકેના આ પગલાના વિરોધમાં હું મારા પુસ્તકની યુકે એડિશનના લોન્ચિંગમાંથી બહાર નીકળી જઉં છું.
ટ્વિટર પર લખી થરૂરે ફરિયાદ કરી હતી કે સંપૂર્ણ રસીવાળા ભારતીયોને ક્વોરેન્ટાઇન રહેવા માટે કહેવું અપમાનજનક છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ સરકાર સંપૂર્ણ રસીકરણ થયેલા ભારતીયોને વેક્સિનેટેડ પીપલમાં ગણતી નથી.
વેક્સિનેટેડ લોકો પણ યુકે જાય તો ત્યાં તેમને ક્વોરન્ટાઈન થવું અને કોરોના ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે. યુકેએ કોવિશિલ્ડ રસીને હજી માન્યતા આપી નથી.
શું રિઝર્વેશનમાં તમને મિડલ બર્થની ટિકિટ મળી છે? આ કાયદો જાણી લો. તમને ફાયદો થશે.