Site icon

પુલવામામાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટર: 1 સૈનિક શહીદ, 3 આતંકવાદીઓ માર્યા ગયા..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020 

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ત્રણ આતંકવાદીઓ સામ સામી ગોળીબાર માં ઠાર મરાયા છે. જેમાં એક સૈનિક પણ શહીદ થયો છે. પુલવામા ઘટના અંગે શનિવારે જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને ત્યાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતી મળી હતી. જેને પગલે રાત્રે જ ઝદૂરા વિસ્તારમાં એક જગ્યાએ  કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.

આ સર્ચ અભિયાન દરમિયાન આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોની સર્ચ પાર્ટી પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ અને સૈનિકોના વળતા ફાયરિંગમા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળેથી હથિયારો અને દારૂગોળો સહિતની વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ મહિનામાં જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સુરક્ષા દળોના સભ્યોએ સાથે મળીને, આતંકવાદીઓને નાથવા માટે 'ઓપરેશન ઓલ આઉટ' શરૂ કર્યું છે. તેમાં અત્યાર સુધી લગભગ 150 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે. આને કારણે આતંકવાદી સંગઠનો બેબાકળા બન્યા છે અને સ્થાનિક અંતરિયાળ વિસ્તારોમાં છુપાઈને પોતાની ગતિવિધિઓને અંજામ આપવાનું કામ કરી રહ્યા છે. પરંતુ, તેની સામે ભારતીય સુરક્ષા બળો એલર્ટ હોવાથી રોજ કશે ને કશે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે.. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version