ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
શ્રીનગરના જાદિબાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ સામસામી ગોળીબારમાં, પૂંછ વિસ્તારમાં થયેલી બીએસએફ જવાનોની હત્યામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે..
મંગળવારે પુલવામાના બેન્ડઝૂ વિસ્તારમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે, સુરક્ષા દળોએ તેમને તાબે કરવા ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ સામે આવ્યા ન હતાં.. મરનાર ,પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન અને આઈએસજેકે સાથે જોડાયેલા હતા. સૌરામાં 90 ફુટ રોડ પર બીએસએફના બે જવાનોની હત્યા કરવામાં એક આતંકવાદી સામેલ હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતાં આઇજીપી (કાશ્મીર) વિજય કુમારે સુરક્ષા દળોને અભિનંદન આપતાં કહ્યું કે ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે મુખ્ય આતંકી સંગઠનોના 4 વડા – લશ્કર-એ-તૈયબા (એલઇટી), જૈશ-એ-મોહમ્મદ (જે.એમ.એમ.) ), હિઝબુલ મુજાહિદ્દીન (એચએમ) અને અંસાર ગાઝવત-ઉલ હિંદના ચાર મહિનામાં માર્યા ગયા. તેમણે દાવો કર્યો હતો કે આતંકવાદી ઓના વડાનું નેતૃત્વન ખતમ કરવાથી આતંકી સંગઠનોને મોટું નુકસાન થયુ છે..
સેના આગળ પણ ઓપરેશન ઓલ આઉટ ચાલુ જ રાખશે જ્યાં સુધી જમ્મુ કાશ્મીરમાંથી આતંકનો સફાયો ન થયી જાય….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com