ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
ભારતીય સરહદે ચીન અને બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન હવે જરાક પણ છમકલું કરશે તો, ભારતીય સેના તેનો વળતો જવાબ આપવા સજ્જ છે. ભારતની તૈયારીઓ માત્ર દારૂગોળા કે હથિયારો સુધી જ સીમિત નથી. હવે લદ્દાખમાં સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા હાઈટેક સંચાર માધ્યમોના ટાવર સ્થાપી રહ્યું છે. ભારતનું આનો અમલ યુદ્ધ ના ધોરણે કરી રહી છે. લદ્દાખના સરહદી ગામોમાં કોમ્યુનિકેશન સુવિધાને મજબૂત કરવા કેન્દ્ર સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હવે લદ્દાખમાં 134 ડિજીટલ સેટેલાઈટ ફોન ટર્મિનલ સ્થાપવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.
મળતી માહિતી મુજબ લદ્દાખના 57 ગામોમાં સંચાર તંત્રને ઝડપથી મજબૂત બનાવાશે. હાલ લેહ માટે 24 મોબાઈલ ટાવરની મંજૂરી મળી છે અને બીજા 25 મોબાઈલ ટાવરની માંગ કરવામાં આવી છે
લદ્દાખમાં જે મહત્વપૂર્ણ વિસ્તારોને સેટેલાઈટ ફોન કનેક્શન મળ્યું છે તેમાં ગાલવાન ઘાટી, દોલત બેગ ઓલ્ડી, હોટ સ્પ્રિંગ્સ, ચુશૂલનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારો વાસ્તવિક નિયંત્રણ રેખાને અડીને આવેલા છે. અહીંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિના કારણે દરેક ગામમાં એક મોબાઈલ ટાવરની જરૂર પડે છે.
તે સાથે જ સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી માટે 336.89 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. જેને કારણે જમ્મુ કાશ્મીરના અનેક નાના ગામોમાં પણ લોકો ફોન સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com