Site icon

Lok Sabha Election 2024: આ વર્ષે કોણ બનાવશે સરકાર, ભૂતકાળના આ આંકડાઓ પરથી NDAના દાવાને સમજો.. જાણો વિગતે..

Lok Sabha Election 2024: ભાજપનો દાવો છે કે તે આ વખતે 400થી વધુ બેઠકો જીતશે. જ્યારે વિપક્ષનું કહેવું છે કે આ વખતે તેની સરકાર બનવા જઈ રહી છે. આવા સંજોગોમાં આ ચૂંટણીમાં કયા પક્ષનું પલડું કેટલું ભારે રહેશે તે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ ખબર પડશે.

Lok Sabha Election 2024 Who will form the government this year, understand NDA's claim from these past figures.. Know details..

Lok Sabha Election 2024 Who will form the government this year, understand NDA's claim from these past figures.. Know details..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો સંપૂર્ણ રીતે તૈયાર છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ( BJP ) ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન દ્વારા સાથે મળીને ચૂંટણી લડવા કમરકસી લીધી છે. ભાજપનો દાવો છે કે તે આ વખતે 400થી વધુ બેઠકો જીતશે. જ્યારે વિપક્ષનું કહેવું છે કે આ વખતે તેની સરકાર બનવા જઈ રહી છે. આવા સંજોગોમાં આ ચૂંટણીમાં કયા પક્ષનું પલડું કેટલું ભારે રહેશે તે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ ખબર પડશે. પરંતું આ સાથે જ આપણે છેલ્લી બે લોકસભા ચૂંટણીઓ વિશે જાણવું જોઈએ. જેમા પરિણામ શું રહ્યા હતા તે જાણીએ..

Join Our WhatsApp Community

 2014 માં ભારતીય જનતા પાર્ટીએ અણધારી જીત નોંધાવી હતી..

લોકસભા ચૂંટણી 2014ની વાત કરીએ તો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અણધારી જીત નોંધાવી હતી. આ ચૂંટણીમાં વિપક્ષનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. આ ચૂંટણીમાં દેશની જનતાએ NDAને 334 બેઠક આપી હતી. જેમાંથી એકલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ 282 બેઠકો જીતી હતી. બીજી તરફ કોંગ્રેસ ( Congress ) પાર્ટીને માત્ર 44 સીટો પર જ સફળતા મળી શકી હતી. આ મોટી જીત સાથે, ભાજપ 30 વર્ષ પછી લોકસભામાં ( Lok Sabha ) પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવનારી પ્રથમ પાર્ટી બની હતી. સ્વાભાવિક છે કે આ ચૂંટણીમાં ‘મોદી લહેર’ ચર્ચામાં હતી અને ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: લોકસભામાં ચૂંટણી ની જાહેરાત વચ્ચે કોંગ્રેસે કામદારોને આપી ન્યાય ગેરંટી, આરોગ્ય સુવિધાઓથી લઈને રોજગાર સુરક્ષિત કરવાના વચનો..

દરમિયાન, પાંચ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. ભાજપની આ જીત અગાઉની જીત કરતાં પણ મોટી હતી. આ ચૂંટણીમાં જનતાએ NDA ગઠબંધનને 353 બેઠકો આપી હતી, જેમાંથી એકલા ભાજપે 303 બેઠકો જીતી હતી. એકલા ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી. જ્યારે યુપીએ ગઠબંધનને 90 બેઠકો મળી હતી, જેમાંથી કોંગ્રેસ પાર્ટી માત્ર 52 બેઠકો જીતી શકી હતી. જે રીતે ભાજપે 2014ની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને 334થી 353 પર વધારે બેઠકો પર જીત નોંધાવી હતી. તેથી ભાજપ હવે માને છે કે તે આ ચૂંટણીમાં 400નો આંકડો પાર કરશે.

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version