News Continuous Bureau | Mumbai
Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD, GR) વિભાગે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની ( Mass Communication Internship Program ) જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે સ્નાતક/અનુસ્નાતક પદવી મેળવનાર અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાં ઇન્ટર્ન તરીકે નોંધાયેલા તાલીમાર્થીઓને સંશોધન વિદ્વાન તરીકે જોડવાનો છે.
ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ( Internship Program ) પસંદગીના ઉમેદવારોને મીડિયા/સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ સંબંધિત વિભાગના કાર્ય સાથે જોડવા માટે ટૂંકા ગાળાનો અનુભવ પ્રદાન કરે છે. જે વિદ્યાર્થીઓએ માસ કૉમ્યુનિકેશન ( Mass Communication ) અથવા જર્નાલિઝમ ( Journalism ) અથવા સંબંધિત ક્ષેત્રોમાં સ્નાતક પૂર્ણ કર્યું છે અથવા કોઈપણ માન્યતા પ્રાપ્ત કૉલેજ/યુનિવર્સિટીમાંથી ઉપરોક્ત ક્ષેત્રોમાં તેમના પીજી અથવા ડિપ્લોમા (માસ કૉમ્યુનિકેશન અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક પૂર્ણ કરવાને આધિન) અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ ( Students ) માર્ગદર્શિકામાં દર્શાવેલ શરતોને આધીન પાત્ર છે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Elections: લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સાતમો અને છેલ્લો તબક્કો કાલે.
ઇન્ટર્નશિપનો ( Internship ) સમયગાળો છથી નવ મહિનાનો રહેશે. ઇન્ટર્નશીપ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિ માસ રૂ. 15,000/-નું માનદ વેતન અને ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 જૂન, 2024 છે. જેઓ ઈન્ટર્નશિપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર ઑનલાઇન ફોર્મ દ્વારા જ અરજી કરી શકે છે, જે https://mowr.nic.in/internship/ પર ઉપલબ્ધ છે. અન્ય વિગતો માટે, અહીં ઍક્સેસ કરો: https://jalshakti-dowr.gov.in/.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.