News Continuous Bureau | Mumbai
2016 થી 2021 સુધીમાં ભારત સરકાર દ્વારા લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે કુલ 3.08 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને 2.3 કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી હતી.
ખ્રિસ્તીઓને 37.2 લાખ, શીખોને 25.40 લાખ, બૌદ્ધોને 7.4 લાખ, જૈનોને 4 લાખ અને પારસી સમુદાયને 4828 સ્કોલરશીપ આપવામાં આવી હતી.
આ સ્કોલરશીપ પ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત, ટેકનિકલ અને પીએચડી સ્તરે પણ લાયક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ માહિતી લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.
ઉલ્લેખનીય છે કે લઘુમતી બાબતોના મંત્રાલયે 2016 થી 2021 વચ્ચે સ્કોલરશીપ પર રૂ. 9,904 કરોડથી વધુનું વિતરણ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં ઓનલાઈન પેમેન્ટ માં આ કંપની અગ્રેસર તો ગ્રાહકોનો ભારત સરકાર સંચાલિત BHIM ઍપને મોળો પ્રતિસાદ. જાણો વિગતે