News Continuous Bureau | Mumbai
સૂર્યનો એક મોટો ભાગ એની સપાટી પરથી તૂટી ગયો છે અને હવે તે તેના ઉત્તર ધ્રુવની આસપાસ વાવંટોળની જેમ ચક્કર લગાવી રહ્યો છે. આ ઘટનાએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. હાલ વૈજ્ઞાનિકો આ કેવી રીતે થયું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી રેકોર્ડ કરવામાં આવી છે. આ વિડિયો ટ્વિટર પર સ્પેસ વેધર ફોરકાસ્ટર ડૉ. તમિતા સ્કોવ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
Talk about Polar Vortex! Material from a northern prominence just broke away from the main filament & is now circulating in a massive polar vortex around the north pole of our Star. Implications for understanding the Sun's atmospheric dynamics above 55° here cannot be overstated! pic.twitter.com/1SKhunaXvP
— Dr. Tamitha Skov (@TamithaSkov) February 2, 2023
ડૉ. સ્કોવે ટ્વીટમાં કહ્યું,વમળ વિશે વાત કરીએ! નોર્થ પોલ નજીકનો એક ભાગ મુખ્ય ફિલામેન્ટથી તૂટી ગયો છે અને હવે એ મોટા વમળ તરીકે સૂર્યની આજુબાજુ ચક્કર લગાવી રહ્યો છે. અહીં 55 ડીગ્રીથી ઉપરના સૂર્યની વાતાવરણીય ગતિશીલતાને સમજવા માટે અતિશયોક્તિ કરી શકાતી નથી!
આ સમાચાર પણ વાંચો : મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ બની છે, પરંતુ આ નવી ઘટનાએ ચિંતા વધારી દીધી છે. સ્પેસ સાયન્ટિસ્ટ હવે આ અનોખી ઘટના વિશે વધુ માહિતી એકત્ર કરવામાં લાગી ગયા છે, જેને કારણે 24 કલાક સૂર્ય પર નજર રાખવામાં આવી રહી છે.
