Site icon News Continuous Bureau | Mumbai

Padma Awards: પદ્મ પુરસ્કાર – 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર, 2024 સુધી ખુલ્લા રહેશે

Padma Awards: પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકન/ભલામણો 01 મે, 2024થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટે નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે.

Nominations for Padma Awards – 2025 will be open till September 15, 2024

Nominations for Padma Awards – 2025 will be open till September 15, 2024

 News Continuous Bureau | Mumbai

Padma Awards: પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકન ( Padma Awards 2025 Nominations )  /ભલામણો 01 મે, 2024થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટે નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે. 

Join Our WhatsApp Channel

પદ્મ પુરસ્કાર, અર્થાત પદ્મ વિભૂષણ ( Padma Vibhushan ) , પદ્મભૂષણ અને પદ્મશ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. 1954માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવે છે. આ ( Padma Bhushan ) પુરસ્કાર ‘વિશેષ કાર્ય’ને માન્યતા આપવાનો આશય ધરાવે છે અને કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના તફાવત વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય પીએસયુમાં કામ કરતા સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કારો ( Padma Shri ) માટે લાયક નથી.

સરકાર પદ્મ પુરસ્કારોને “લોકોના પદ્મ”માં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે, તેમનામાંથી જેમની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓ ખરેખર લાયક છે, તેમને ઓળખવા માટે નક્કર પ્રયાસો કરી શકાય તેમ છે.

આ સમાચાર પણ વાંચો  :  Economic Survey 2023-24: ભારતની પાવર ગ્રિડ વિશ્વની સૌથી મોટી યુનિફાઇડ ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાંની એક તરીકે ઉભરી આવી છે: ઇકોનોમિક સર્વે 2023-24

નોમિનેશન્સ ( Nominations ) /ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઉલ્લેખિત તમામ પ્રસ્તુત વિગતો સામેલ હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપે પ્રશસ્તિપત્ર (મહત્તમ 800 શબ્દો) સામેલ હોવા જોઈએ, જે સ્પષ્ટપણે તેના સંબંધિત ક્ષેત્ર/શિસ્તમાં ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવાને ઉજાગર કરે છે.

આ અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in) પર ‘એવોર્ડ્સ એન્ડ મેડલ્સ’ શીર્ષક હેઠળ અને પદ્મ પુરસ્કારો પોર્ટલ (https://padmaawards.gov.in) પર પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારોને લગતા કાયદા અને નિયમો વેબસાઇટ પર લિંક https://padmaawards.gov.in/AboutAwards.aspx સાથે ઉપલબ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BJP Slams Opposition On ECI Controversy ‘ચૂંટણી હારે એટલે ECI પર હુમલો કરે છે’ SIR અને ચૂંટણી પંચ વિવાદ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા!
EC Appointment Larger Bench ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેનો નિર્ણય હવે મોટી બેંચ કરશે બે જજોના અલગ અભિપ્રાય બાદ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ!
Northeast Political Turmoil પૂર્વોત્તરમાં મોટો રાજકીય ઉલટફેર આ રાજ્યના ૮ ધારાસભ્યોએ અચાનક ભાજપનો કેસરીયો ધારણ કર્યો, વિપક્ષ સ્તબ્ધ!
Election Commission Internal Dissent ચૂંટણી પંચમાં એકપક્ષીય કામગીરી સામે સાથી કમિશનરોએ નોંધાવ્યો લેખિત વિરોધ, અંદરની ખેંચતાણ સપાટી પર આવી
Exit mobile version