Site icon

વાહ! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે રૅશનિંગની દુકાનમાં પણ મળશે પાસપૉર્ટ અને પૅનકાર્ડ, તમામ રૅશનિંગ દુકાનો બનશે કૉમન સર્વિસ સેન્ટર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઘરની નજીક રહેલી રૅશનિંગની દુકાનોમાં હવેથી ફક્ત અનાજ જ નહીં મળે, પરંતુ પૅનકાર્ડ, પાસપૉર્ટ જેવા સરકારી દસ્તાવેજો પણ મેળવી શકાશે. કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ રૅશનિંગની દુકાનોને કૉમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવવાની છે. તેથી હવેથી અત્યાર સુધી પૅનકાર્ડ તથા પાસપૉર્ટ બનાવવા માટે લાંબે સુધી ચક્કર કાપવાં પડતાં હતાં એમાં રાહત મળવાની છે. રૅશનિંગની દુકાનોમાં વીજળીના તથા પાણીનાં બિલ સુધ્ધાં ભરી શકાશે.

સામાન્ય નાગરિકોને તેમના ઘરની નજીક જ વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરી આપવાના હેતુથી સરકારે આ  નિર્ણય લીધો છે. જે અંતગર્ત દેશની તમામ રૅશનિંગ દુકાનો હવે કૉમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં અનેક સુવિધા નાગરિકોને પૂરી પાડવામાં આવશે.

રૅશનિંગ દુકાનો અન્ન મંત્રાલય હેઠળ આવે છે. આ મંત્રાલયે ઈ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક યોજના તૈયાર કરી છે. તેથી રૅશનિંગની દુકાનોની આવક વધારવામાં તો મદદ મળશે, પણ સાથે નાગરિકોને પણ અન્ય સુવિધા સરળતાથી ઉપલબ્ધ થશે. નાગરિકો રૅશનિંગની દુકાનોમાં  જ પૅનકાર્ડ અને પાસપૉર્ટ માટે અરજી કરી શકશે.

સારા સમાચાર : ચાલુ વર્ષે NDAની પરીક્ષામાં બેસી શકશે મહિલાઓ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો આ આદેશ  

રૅશનિંગ દુકાનદાર પણ પોતાને કઈ સુવિધા પૂરી પાડવી છે એ બાબતે પસંદગી કરી શકશે.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version