Site icon

Operation Ajay: ઈઝરાયલથી ભારતીયોને પરત લાવવા ‘ઓપરેશન અજય’ લોન્ચ, વિદેશમંત્રી એસ જયશંકરે કરી જાહેરાત.. વાંચો વિગતે અહીં..

Operation Ajay: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે, ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન અજય હાથ ધરશે…ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત રીતે પરત લાવવા માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.

Operation Ajay External Affairs Minister S Jaishankar announced the launch of 'Operation Ajay' to bring back Indians from Israel..

Operation Ajay External Affairs Minister S Jaishankar announced the launch of 'Operation Ajay' to bring back Indians from Israel..

News Continuous Bureau | Mumbai 

Operation Ajay: ઈઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને પગલે, ઈઝરાયેલમાં ( Israel  ) ફસાયેલા ભારતીયો (Indians) ને સહી સલામત ભારત (India) માં લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન અજય (Operation Ajay) હાથ ધરશે. ઈઝરાયેલમાં લગભગ 18,000 જેટલા ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે ઇઝરાયેલના વિવિધ પ્રાંતમાં રહે છે. ઈઝરાયેલમાં રહેતા મોટાભાગના ભારતીયો વૃદ્ધ ઈઝરાયેલીઓની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ ઈઝરાયેલમાં રહે છે.

Join Our WhatsApp Community

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત રીતે પરત લાવવા માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીયોને સહી સલામત ભારતમાં લાવવાના અભિયાનને ‘ઓપરેશન અજય’ નામ આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને ઓપરેશન અજય’ અંગેની જાણકારી આપી છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ( Dr. S. Jaishankar ) ટ્વીટમાં કહ્યું છે કે ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

 ઈઝરાયેલમાં 18,000ની આસપાસ ( Indian citizens ) ભારતીય નાગરિકો

ઈઝરાયેલમાં લગભગ 18,000ની આસપાસ ભારતીય નાગરિકો રોજગારી અર્થે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે ઇઝરાયેલના વિવિધ પ્રાંતમાં વસવાટ કરે છે. ઈઝરાયેલમાં રહેતા મોટા ભાગના ભારતીયો, વૃધ્ધ ઈઝરાયેલીઓની સાર સંભાળ રાખવાનું કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત લગભગ એક હજાર જેટલા ભારતીયો વિદ્યાર્થીઓ તરીકે, ઘણા લોકો આઈટી પ્રોફેશનલ્સ તરીકે અને કેટલાક હીરાના વેપારીઓ તરીકે પણ ઈઝરાયેલમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :  Bihar Train Accident: બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, છ ડબ્બા પાટા પરથી ઉતર્યા, 4 મુસાફરોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત.. જાણો હાલ શું છે સ્થિતિ..

ઇઝરાયેલે આજે બુધવારે હમાસ સામે લડવા માટે પક્ષ અને વિપક્ષને જોડીને કટોકટી સંયુક્ત સરકારની રચના કરી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને મધ્યવાદી વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ સાથેની બેઠકમાં, સંયુક્ત સરકાર બનાવવા માટે સંમત થયા હતા. ઈઝરાયેલની સંયુક્ત સરકાર ફક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગેન્ટ્ઝની નેશનલ યુનિટી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ઈઝરાયેલની સંયુક્ત સરકાર એવા સમયે બનાવવામાં આવી છે જ્યારે હમાસની સૈન્ય પાંખ અલ કાસમ બ્રિગેડસે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ હજુ પણ ઈઝરાયેલની અંદર છુપાયેલા છે અને ઈઝરાયેલની સામે લડાઈ લડી રહ્યાં છે.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version