ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર
દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે. પીએમ નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે, જેની જાહેરાત તેમણે મન કી બાતમાં કરી હતી.
પરીક્ષા પે ચર્ચા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ગઈકાલથી એટલે કે ૨૮ ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ mygov.in પર જઈને નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયા ૨૮ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. આ માટે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નોંધણી કરાવી શકે છે.
વિચિત્ર દુર્ઘટના, રાજુલાના ભેરાઈ રોડ પર સિંહને બચાવવા જતાં કાર ખાડામાં પડી
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી દેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે ચર્ચા કરે છે. આ કાર્યક્રમ વર્ષ ૨૦૨૨ની ૧૦મી-૧૨મી બોર્ડની પરીક્ષા પહેલા આયોજિત થવાનો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દર વર્ષની જેમ આગામી વર્ષની શરૂઆતમાં પરીક્ષા પર ચર્ચા થશે. પીએમ મોદીએ મન કી બાતમાં દેશને સંબોધિત કરતા કહ્યું કે પરીક્ષા પે ચર્ચા માટે ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઈન સ્પર્ધા પણ યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે ૨.૬૨ લાખ શિક્ષકો અને ૯૩,૦૦૦ વાલીઓએ પણ નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો.
થઈ જાવ એલર્ટ, ભારતના આ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે; મુખ્યમંત્રીએ કરી જાહેરાત