ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
આજે આપણો 74 મો સ્વતંત્રતા દિવસ છે.. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ વંદન કર્યા બાદ દેશના નામ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને આઝાદી દિનની શુભેચ્છા પાઠવી હતી.. મોદીએ સંબોધનમાં કહ્યું કે "સ્વતંત્રતા માટે લાખો દીકરા-દીકરીઓએ ત્યાગ અને બલિદાન આપ્યું છે. સ્વતંત્રતાનો તહેવાર નવા સંકલ્પો માટે ઉર્જા ઉત્પન્ન કરનારો છે."
વડાપ્રધાન તરીકે તેઓ સાતમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા લાલ કિલ્લા પરથી 17 વાર સંબોધન કરવાનો રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરુ ના નામે બોલાય છે.
# મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે "કોરોના મહામારી એટલી મોટી આફત પણ નથી. જે આપણા આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે. કોરોના કાળ દરમિયાન 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતમાં N-95 માસ્ક, PPE કીટ, વેન્ટીલેટરનું ઉત્પાદન થતું ન હતું, પણ હવે થઈ રહ્યું છે. સ્વતંત્રત ભારતની માનસિકતા 'વોકલ ફોર લોકલ' હોવી જોઈએ. જેમ જેમ સ્વદેશી વસ્તુઓ વાપરીશું તેમ તેમ દેશ તરક્કી કરશે.
# વડાપ્રધાને પોતાના સંબોધનમાં 'ચીન'નું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, "વિસ્તારવાદના વિચારે ભારતને દબાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયા. વિસ્તારવાદના વિચારે ફક્ત કેટલાક દેશોને ગુલામ બનાવીને છોડી દીધા છે એવું નથી. ભીષણ યુદ્ધોની ભયાનકતા વચ્ચે પણ ભારતે સ્વતંત્રતાની જંગમાં જરા પણ કચાસ કે નરમાશ નથી આવવા દીધી.."
# મોદીએ કોરોનાની રસી મામલે કહ્યું કે, "ભારતના વિજ્ઞાનીઓ દિવસરાત એક કરીને કોરોનાની રસી શોધવા માટેની કામગીરી કરી રહ્યા છે. ભારતમાં કોરોનાની ત્રણ કંપનીઓ અલગ-અલગ વેક્સીન પર કામ કરી રહી છે. આ રશી શોધાયા બાદ દરેક ભારતીય સુધી રસી ઝડપથી પહોંચાડવી તે સરકારનો ધ્યેય છે. જાણી ને નવાઈ લાગશે પણ સરકારે આની તમામ પૂર્વતૈયારી ઓ પણ કરી રાખી છે. આજે ભારતમાં કોરોનાની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ રસીઓ ટેસ્ટિંગના તબક્કામાં છે. વિજ્ઞાનીઓ તરફથી પુષ્ટી મળે પછી રસીનું મોટાપાયા પર ઉત્પાદન કરવાની પૂર્ણ તૈયારી છે." એમ પણ મોદીએ કહ્યું હતું..
# દેશના દરેક હેલ્થ આઈડી આપવામાં આવશે. તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડૉકટરે કંઇ દવા આપી, કયારે આપી, તમારા રિપોર્ટસ શું હતા તે અંગેની તમામ માહિતી આ એક હેલ્થ આઇડીમાં સામેલ હશે. આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. ભારતના હેલ્થ સેકટરમાં નવી ક્રાંતિ લઇને આવશે.
# પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે, LOC થી લઇ LAC સુધી દેશની સંપ્રુભતા પર જે કોઈ પણ દેશે આંખ ઉઠાવી છે તેમને ભારતીય સેનાએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાનું સમ્માન જાળવવું તે આપણા માટે સર્વોચ્ચ છે. ભારત શું કરી શકવા માટે સક્ષમ છે તે સમગ્ર દુનિયાએ 'લદ્દાખ'માં જે થયું તેના પરથી જોઈ લીધું છે..
# ભારત જેવા દેશે આત્મનિર્ભર બનાવાની જરૂર છે. આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા કૃષિ અને ખેડૂત છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ કર્યું છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે. છેલ્લા થોડા સમયમાં ભારત સરકારે એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ફાળવ્યા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com