Site icon

પત્રકારત્વ જગતમાં શોકની લહેર, દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું થયું નિધન, ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે બનાવ્યા હતા આ રેકોર્ડ…

ગીતાંજલિ અય્યર અંગ્રેજી સમાચારની એન્કર હતી. તેમણે 1971માં દૂરદર્શનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે ઘણા રેકોર્ડ બનાવ્યા.

prominent TV presenter Gitanjali Aiyar passes away

પત્રકારત્વ જગતમાં શોકની લહેર, દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું થયું નિધન, ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે બનાવ્યા હતા આ રેકોર્ડ…

News Continuous Bureau | Mumbai

નેવુંના દાયકાના જાણીતા ટેલિવિઝન એન્કર ગીતાંજલિ અય્યર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ 76 વર્ષના હતા. તેમના અવસાનના સમાચાર મળતાં પત્રકારત્વ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ 3 દાયકાથી વધુ સમયથી દૂરદર્શનમાં કામ કરનાર ગીતાંજલિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અય્યરના નિધનથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો પણ તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Join Our WhatsApp Community

ગીતાંજલિ અંગ્રેજી સમાચારના એન્કર હતા. તેમણે 1971માં દૂરદર્શનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે ટીવી જર્નાલિઝમ ક્ષેત્રે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેમણે તેમની ત્રણ દાયકાની પત્રકારત્વ કારકિર્દીમાં ચાર વખત શ્રેષ્ઠ એન્કર પર્સનનો એવોર્ડ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું ‘બિપરજોય’, મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટી પર ચક્રવાતનો ઘુઘવાટ, પાલિકાની યંત્રણાઓ સજ્જ

તેમને તેમના ઉત્કૃષ્ટ કાર્યો, સિદ્ધિઓ અને યોગદાન માટે 1989 માં ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમની પાસે અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી હતી. આ પછી તેમણે કોલકાતાની લોરેટો કોલેજમાંથી માસ્ટર્સ કર્યું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી ડિપ્લોમા મેળવ્યો.

દૂરદર્શનમાં ત્રીસ વર્ષ એન્કરિંગ કર્યા પછી, તેમણે કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, સરકારી સંબંધો અને માર્કેટિંગ ક્ષેત્રે પણ કામ કર્યું. તેઓ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની સલાહકાર પણ રહી ચુક્યા છે. આ સિવાય તેમણે સિરિયલ ‘ખાનદાન’માં પણ કામ કર્યું હતું.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version