News Continuous Bureau | Mumbai
સેક્સ વર્કરોને(sex workers) લઈને સુપ્રીમ કોર્ટે(Supreme Court) અત્યંત મહત્વનો ચુકાદો આપતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની (Union Territories) પોલીસને(police) આદેશ આપ્યો છે કે વેશ્યાવૃતિ(Prostitution) એક વ્યવસાય(Business) છે અને સેક્સ વર્કરોને પોલીસ ખોટી રીતે હેરાન ના કરે. પુખ્ત અને પોતાની મરજીથી આ વ્યવસાય કરનારી મહિલાઓને પોલીસે હેરાન કરવી નહી. સેક્સ વર્કર પણ કાયદા હેઠળ(law) ગરિમા અને સમાન સુરક્ષાનો અધિકાર રાખે છે
સુપ્રીમ કોર્ટના જસ્ટિસોની બેંચે(Bench of Justices) કહ્યું હતું કે સેક્સ વર્કર પણ કાયદાકીય સંરક્ષણનો(Legal protection) અધિકાર રાખે છે. તેઓ પુખ્ત હોઈ પોતાની મરજીથી આ વ્યવસાય કરે છે. તો પોલીસે તેમના કામમાં હસ્તક્ષેપ કરવો નહી.
આ સમાચાર પણ વાંચો : વધુ એક મોટા નિર્ણયની તૈયારીમાં સરકાર, ઘઉં-ખાંડ બાદ હવે આ વસ્તુની નિકાસ પર કેન્દ્ર સરકાર લગાવી શકે છે પ્રતિબંધ… જાણો વિગતે
કોર્ટે કહ્યું હતું કે દેશના બંધારણની(constitution) જોગવાઈ 21 હેઠળ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. તેથી પોલીસ જયારે પણ દરોડો પાડે ત્યારે સેક્સ વર્કરોની ધરપકડ ના કરે અને તેમને હેરાન ના કરે. તેનું કારણ તેઓ પોતાની મરજીથી આ વ્યવસાયમાં જોડાયેલા છે, જે ગેરકાયદે નથી. જોકે કોર્ટે વેશ્યાલય(Brothel) ચલાવવાને ગેરકાયદે ગણાવ્યું હતું.
આ દરમિયાન કોર્ટે એવું પણ કહ્યું હતું કે કોઈ સેક્સ વર્કર મહિલા સાથે બળાત્કાર(Rape) કરાયો તો તેના અધિકાર પણ બીજી બળાત્કાર પીડિત મહિલા જેટલા જ છે.