Site icon

વડા પ્રધાન મોદીની કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત બાદ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

લાંબા સમયથી દેશના ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. તેમની લડાઈનો છેવટે વિજય થયો છે. ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની  માગણી સાથે દિલ્હીની સરહદ પર તંબુ તાણીને બેઠેલા ખેડૂતો સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝુકવું પડયું છે. શુક્રવારે કાર્તિકી પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ અવસરે મોદીએ ત્રણે કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. જોકે આ આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આંદોલન પાછું ખેચવામાં આવશે નહીં. જયાં સુધી સંસદમાં કાયદો રદ થશે નહીં ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહેશે. 

Join Our WhatsApp Community

મોટા સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, તમામ ખેડૂતોની માફી માંગી

મોદીની જાહેરાત બાદ જ તુરંત ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરતા કહ્યું હતું કે આંદોલન તાત્કાલિક પાછું ખેંચશુ નહીં. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છે, જે દિવસે  સંસદમાં કૃષિ કાયદો રદ કરવામાં આવશે. તેમ જ સરકાર MPS સહિત ખેડૂતોના અન્ય મુદ્દા પર ચર્ચા કરશે.

Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Middle East Crisis Hits Air Travel: એરપોર્ટ પર ફસાયા હજારો મુસાફરો! મિડલ ઈસ્ટ સંકટને લીધે ૧૮૦ ફ્લાઈટ્સના પૈડાં થંભ્યા; એરલાઈન્સે જાહેર કર્યા નવા નિયમો.
Air India Announces Special Flights: એર ઈન્ડિયાએ આ ત્રણ શહેરો માટે જાહેર કરી વિશેષ ફ્લાઈટ્સ! મિડલ ઈસ્ટમાં તણાવ વધતા વિદેશમાં રહેતા ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય.
Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
Exit mobile version