Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.

Ram Mandir Inauguration Advani, Murli Manohar Joshi requested ‘not to attend’ Ram Temple consecration

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Inauguration: અયોધ્યા ( Ayodhya ) ખાતે ઐતિહાસિક દિવસ નોંધાવા જઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે કેટલા લોકો, તેમજ કોણ કોણ હાજર રહેશે તે સંદર્ભે ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી ( Lal Krishna Advani ) તેમજ મુરલી મનોહર જોશી ( Murli Manohar Joshi ) કે જેઓ રામ મંદિર આંદોલન ના મુખ્ય કર્તા-હર્તા હતા તેઓ હાજર રહેશે કે નહીં આ બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

આ કારણથી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહી શકે.

લાલ કૃષ્ણ અડવાણી ની ઉંમર 96 વર્ષની થઈ છે. તેમજ મુરલી મનોહર જોશી ની ઉંમર 90 વર્ષની છે. આથી આ બંને નેતાના પરિવારજનોએ નિર્ણય લીધો છે કે વધતી ઉંમર તેમજ તેની સાથે જોડાયેલી શારીરિક વ્યાધીઓના ( physical diseases ) કારણે રામ મંદિરના ઉદઘાટન ( Temple inauguration ) સમારંભમાં તેઓ હાજર નહીં રહે.

આ સમાચાર પણ વાંચો : Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત, ચાર લોકોના મૃત્યુ તેમજ હજારો લોકો અટવાયા.

રામ મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે ( Champat Rai ) આ માહિતી આપી.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ચંપત રાય એ જણાવ્યું હતું કે મંદિરના ઉદઘાટન પ્રસંગે દેશના અનેક માન્યવરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સીને સૃષ્ટિ સાથે જોડાયેલા કલાકારો, ઉદ્યોગપતિઓ, અનેક નેતાઓ, ધાર્મિક સંપ્રદાયના વડાઓ સામેલ છે. આ પ્રસંગે જ્યારે મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પ્રત્યુતર આપ્યો હતો કે વધતી ઉંમરને કારણે શક્ય છે કે તેઓ હાજર ન રહી શકે.