Site icon

Republic Day 2024: પીળી બાંધણી પાઘડી, સફેદ કુર્તા-પાયજામા… પીએમ મોદી પ્રજાસત્તાક દિવસે નવા લુકમાં જોવા મળ્યા.. જુઓ તસવીરો..

Republic Day 2024: સમગ્ર દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. આવો જાણીએ કે આ વખતે PMનો લૂક કેવો હતો અને તેની ખાસિયત.

Republic Day 2024 On 75th Republic Day, PM Modi's Yellow Colour 'Bandhani' Turban is All About 'Bhagwan Ram'

Republic Day 2024 On 75th Republic Day, PM Modi's Yellow Colour 'Bandhani' Turban is All About 'Bhagwan Ram'

News Continuous Bureau | Mumbai

Republic Day 2024: આપણો ભારત દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેઓ આજે (26 જાન્યુઆરી) સવારે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશ માટે બલિદાન આપનારા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમનું સ્વાગત કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ વોર મેમોરિયલ પર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીના તેમાં લુકને લઈને ચર્ચામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે. ખાસ કરીને તેમની પાઘડી દરેક વખતે લોકો માટે આકર્ષણનો વિષય બની રહે છે. આ વખતે પણ તેના લુકમાં આવો જ ચાર્મ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ આ વર્ષે ગણતંત્ર દિવસ 2024 માટે બાંધણી પાઘડી પસંદ કરી હતી. લાલ, ગુલાબી અને પીળા કલરની આ બાંધણી પ્રિન્ટની પાઘડીમાં પીએમ ખૂબ જ સારા લાગી રહ્યા છે. ઉપરાંત, તેમના લુકને પૂર્ણ કરવા માટે, તેમણે સફેદ રંગનો કુર્તા-પાયજામા અને ભૂરા રંગનું જેકેટ પહેર્યું હતું. આ સિવાય તેમણે તેના સિમ્પલ લુકને બ્લેક શૂઝ સાથે પેર કર્યો હતો.

એવો હતો પીએમ મોદી નો લુક..

પીએમ મોદી ‘બાંધણી પાઘડી’ પહેરેલા જોવા મળ્યા હતા. આ પાઘડી અનેક રંગોથી બનેલી છે અને તેની લંબાઈ પણ ઘણી લાંબી છે. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે. પીએમ પાઘડી સિવાય પરંપરાગત કુર્તા અને ચૂડીદાર પાયજામા પહેરીને પહોંચ્યા હતા. તેમના કુર્તા અને પાયજામાનો રંગ સફેદ છે અને તેની ઉપર તેમણે બ્રાઉન જેકેટ પહેર્યું છે. પીએમ મોદીએ કાળા જૂતા સાથે તેમનો લુક પૂર્ણ કર્યો છે.

મહત્વનું છે કે વડાપ્રધાન પદ સંભાળ્યું છે ત્યારથી પીએમ મોદી માથા પર પાઘડી પહેરીને ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવે છે. ગયા વર્ષે, પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાની જોધપુરી પચરંગી બાંધણી પાઘડી પહેરીને 74માં ગણતંત્ર દિવસના અવસર પર પહોંચ્યા હતા.

ફ્રાન્સની સૈન્ય ટુકડીએ પરેડમાં ભાગ લીધો

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું જય હિંદ!’ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. ફ્રાન્સની સૈન્ય ટુકડીએ પણ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સૈન્ય ક્ષમતા અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version