News Continuous Bureau | Mumbai
- પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે
- રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે
- નવ નિયુક્ત લોકો ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા ખુદ તાલીમ પ્રાપ્ત કરી શકશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) 12મી ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ ( Distriutes ) કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.
દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળા યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી ( recruits ) થઈ રહી છે. નવ નિયુક્ત લોકો સરકારમાં વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જેમ કે, મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને રેલ્વે મંત્રાલયમાં વિવિધ હોદ્દાઓ પર જોડાશે.
આ સમાચાર પણ વાંચો : Elon Musk: ઈલોન મસ્ક કરશે પોતાનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ, હવે આવી રીતે કરશે મેસેજ અને કોલ.. જાણો આ નિર્ણય પાછળનું મોટું કારણ..
રોજગાર મેળો એ દેશમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળાથી વધુ રોજગાર સર્જનનો લાભ મળવાની અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે લાભદાયી તકો પૂરી પાડવાની અપેક્ષા છે.
નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે જ્યાં ‘ક્યાંય પણ કોઈપણ ઉપકરણ’ લર્નિંગ ફોર્મેટ માટે 880 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.