ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોના સામે લડવા રસીકરણ સૌથી કારગર હથિયાર છે. ત્યારે રશિયાની સ્પુતનિક વેક્સિનના સિંગલ ડોઝના ત્રીજા તબકકાના ટ્રાયલને ડીજીસીઆઈએ મંજૂરી આપી છે.
સ્પુતનિક લાઈટ એ ૨શિયાની સીંગલ ડોઝ કો૨ોના વેક્સિન છે, મેડિકલ જર્નલ ધી લાન્સેટ એ જણાવ્યું હતું કે સ્પુતનિક લાઈટ કો૨ોના સામે 78.6 થી 83.7 ટકા કા૨ગત ૨હી છે.
ડીજીસીઆઈની મંજૂરી બાદ ભારતમાં લોકો પર તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરાશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈ મહિનામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી ઓફ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને સ્પુતનિક લાઇટ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવાની ના પાડી હતી.