જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

18 જુલાઈ 2020

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાના એક દિવસ બાદ, આજે ફરીએક વાર પડોશી શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

 એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારી મળી તો પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી, સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળોની ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર માર્યા હતા…

નોંધનીય છે કે કાશ્મીર ઘાટીમાંથી આતંકના સફાયા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી શોધીને મારી રહ્યાં છે. સુરક્ષા દળોને ઘાટી આતંકી સંગઠનોના કમાન્ડરોને પણ ઢેર કરવા અને આતંકની કમર તોડવામાં સફળતા મળી છે. આ વર્ષે અત્યાર સુધી કાશ્મીર ઘાટીમાં 136 આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *