Site icon

FAO ની 75મી વર્ષગાંઠ આજે, મોદીએ ખાસ સ્મૃતિ સિક્કો જાહેર કર્યો.. જાણો નોબલ શાંતિ પુરસ્કારને આ ઘટના સાથે શો સંબંધ છે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
16 ઓક્ટોબર 2020 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 'સંયુક્ત રાષ્ટ્ર ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)'ની 75મી વર્ષગાંઠના અવસરે શુક્રવારે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો છે.  સાથે હાલમાં વિકસિત કરવામાં આવેલા પાકોની 17 જૈવ સંવર્ધિત વેરાઇટને પણ રાષ્ટ્રને સમર્પિત કરી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત કાર્યક્રમ માં વડાપ્રધાને કહ્યું કે, ભારતના ખેડૂત, કૃષિ વૈજ્ઞાનિક, આંગણવાડી-આશા કાર્યકર્તા, કુપોષણની વિરુદ્ધ આંદોલનનો આધાર છે. તેઓએ પોતાના પરિશ્રમથી જ્યાં ભારતના અન્ન ભંડાર ભરી રાખ્યા છે, બીજી તરફ અંતરિયાળ, ખૂબ જ ગરીબ સુધી પહોંચાડવામાં સરકારની મદદ પણ કરી રહ્યા છે.


FAO સાથે ભારતના ઐતિહાસિક સંબંધો રહ્યા છે, ભારતના આઈએએસ અધિકારી વિનય રંજન સેનએ FAOના ડાયરેક્ટર તરીકે 1956થી 1967 સુધી કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમ્યાન વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (DFP) ની સ્થાપના કરવામાં આવી. ડબ્લ્યુએફપીએ જ વર્ષ 2020 માં નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો હતો. વૈશ્વિક સ્તર પર ભૂખમરા થી લડનાર અને ખાદ્ય સુરક્ષાના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને આ સન્માન આપવાની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે, FAOના વર્ડ્ ફુડ પ્રોગ્રામને આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર મળવો એક મોટી ઉપલબ્ધિ છે અને ભારતને ખુશી છે કે તેમાં પણ આપણી ભાગીદારી ઐતિહાસિક રહી છે. 
આ કાર્યક્રમ સરકાર દ્વારા કૃષિ અને પોષણ ક્ષેત્રને આપવામાં આવેલા સર્વોચ્ચ પ્રાથમિકતાને સમર્પિત છે અને સાથોસાથ ભૂખ અને કુપોષણને સંપૂર્ણ પણે ખતમ કરવા માટે સરકારના સંકલ્પને દર્શાવે છે. આ કાર્યક્રમમાં દેશભરની આંગણવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જૈવિક તથા બાગાયતી અભિયાન સાથે જોડાયેલા લોકો પણ સામેલ થયા હતાં.

Join Our WhatsApp Community
Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version