Site icon

Vishwakarma Jayanti: વિશ્વકર્મા જયંતીના અવસરે, 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ પ્રધાનમંત્રી પરંપરાગત કારીગરો અને કસબીઓ માટે ‘પીએમ વિશ્વકર્મા’ લોન્ચ કરશે

Vishwakarma Jayanti: આ યોજના પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો અને કૌશલ્ય પ્રદાન કરવા માટે પીએમના વિઝનમાંથી પ્રેરણા મેળવી છે. 'પીએમ વિશ્વકર્મા'ને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે.'પીએમ વિશ્વકર્મા' ની વિશાળ શ્રેણી - જે અઢાર હસ્તકલાને આવરી લેશે. વિશ્વકર્માને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે. વિશ્વકર્માને કૌશલ્ય અપગ્રેડ કરવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પણ આપવામાં આવશે.

Vishwakarma Jayanti: PM Narendra modi will launch 'PM Vishwakarma' for traditional artisans On Vishwakarma Jayanti

Vishwakarma Jayanti: PM Narendra modi will launch 'PM Vishwakarma' for traditional artisans On Vishwakarma Jayanti

News Continuous Bureau | Mumbai 

Vishwakarma Jayanti: વિશ્વકર્મા જયંતી ( Vishwakarma Jayanti ) નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Narendra modi ) 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે “પીએમ વિશ્વકર્મા” ( PM Vishwakarma ) નામની નવી યોજના લોન્ચ ( Launch ) કરશે.

Join Our WhatsApp Community

પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો આપવા પર પ્રધાનમંત્રીનું સતત ધ્યાન રહ્યું છે. આ ફોકસ માત્ર કારીગરો ( traditional artisans ) અને કસબીઓને આર્થિક રીતે ટેકો આપવાની ઇચ્છાથી પ્રેરિત છે પરંતુ વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા ખીલી ઉઠે એવો ઈરાદો પણ છે.

પીએમ વિશ્વકર્માને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ, વિશ્વકર્મા બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા વિના મૂલ્યે નોંધણી કરવામાં આવશે. તેઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સાથે સંકળાયેલ કૌશલ્ય અપગ્રેડેશન, ₹15,000 નું ટૂલકિટ પ્રોત્સાહન, ₹1 લાખ (પ્રથમ હપ્તા) અને ₹2 લાખ (બીજા હપ્તા) સુધીની કોલેટરલ-ફ્રી ક્રેડિટ સપોર્ટ, 5% ના રાહત દર, ડિજિટલ વ્યવહારો અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહન દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Meri Mati Mera Desh: “મેરી માટી મેરા દેશ” ઝુંબેશના પ્રથમ તબક્કામાં વ્યાપક જનભાગીદારી જોવા મળી.

આ યોજનાનો ઉદ્દેશ્ય ગુરુ-શિષ્ય પરમ્પરા અથવા વિશ્વકર્માઓ દ્વારા તેમના હાથ અને સાધનો વડે કામ કરતા પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત અને સંવર્ધન કરવાનો છે. પીએમ વિશ્વકર્માનું મુખ્ય ધ્યાન ગુણવત્તા સુધારવા તેમજ કારીગરો અને કસબીઓનાં ઉત્પાદનો અને સેવાઓની પહોંચ અને તેઓ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે સંકલિત છે તેની ખાતરી કરવા પર છે.

આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને કસબીઓને સહાય પૂરી પાડશે. પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પરંપરાગત હસ્તકલા આવરી લેવામાં આવશે. આમાં (i) સુથાર; (ii) બોટ મેકર; (iii) આર્મરર; (iv) લુહાર ; (v) હેમર અને ટૂલ કીટ મેકર; (vi) લોકસ્મિથ; (vii) સુવર્ણકાર; (viii) કુંભાર; (ix) શિલ્પકાર, પથ્થર તોડનાર; (x) મોચી (જૂતા/ચંપલનો કારીગર); (xi) મેસન (રાજમિસ્ત્રી); (xii) બાસ્કેટ/મેટ/બ્રૂમ મેકર/કોયર વીવર; (xiii) ડોલ અને ટોય મેકર (પરંપરાગત); (xiv) વાળંદ; (xv) માળા બનાવનાર; (xvi) વોશરમેન; (xvii) દરજી; અને (xviii) ફિશિંગ નેટ મેકરનો સમાવેશ થાય છે.

 

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version