News Continuous Bureau | Mumbai
ટ્રેન નંબર 09427/09428 સાબરમતી–પટના–સાબરમતી સાપ્તાહિક સ્પેશિયલ (18 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09427 સાબરમતી–પટના સ્પેશિયલ 01 ઓક્ટોબર 2025 થી 26 નવેમ્બર 2025 સુધી દર બુધવારે સાબરમતીથી 18:10 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 01:00 વાગ્યે પટના પહોંચશે. તે જ રીતે, ટ્રેન નંબર 09428 પટના–સાબરમતી સ્પેશિયલ 03 ઓક્ટોબર 2025 થી 28 નવેમ્બર 2025 સુધી દર શુક્રવારે પટનાથી 04:40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 09:55 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અછનેરા, ઇદગાહ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર (હમસફર) શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 09569/09570 રાજકોટ–બરૌની-રાજકોટ (સાપ્તાહિક) સ્પેશિયલ (18 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09569 રાજકોટ–બરૌની સ્પેશિયલ 02 ઓક્ટોબર 2025 થી 27 નવેમ્બર 2025 સુધી દર ગુરુવારે રાજકોટથી 17:00 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 05:00 વાગ્યે બરૌની પહોંચશે.
તે જ રીતે, ટ્રેન નંબર 09570 બરૌની–રાજકોટ સ્પેશિયલ 04 ઓક્ટોબર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દર શનિવારે બરૌનીથી બપોરે 14:40 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 04:40 વાગ્યે રાજકોટ પહોંચશે.
WesternRailway આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, ચાંદલોડિયા-B, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, ઇદગાહ, ટુંડલા, ગોવિંદપુરિ, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર અને શાહપુર પટોરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર અને એસી 3-ટિયર શ્રેણીના કોચ રહેશે.
આ સમાચાર પણ વાંચો : AI Video: હવે સોશિયલ મીડિયા પર મચશે ધમાલ! મેટા એ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, ચપટીમાં બનશે AI વીડિયો.
ટ્રેન નંબર 09427 અને 09569 નું બુકિંગ 28 સપ્ટેમ્બર 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈ આરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે