News Continuous Bureau | Mumbai
Mohammed Shami: ટીમ ઈન્ડિયાનો ( Team India ) સ્ટાર બોલર મોહમ્મદ શમી ક્રિકેટની પીચ પર પોતાના બોલથી સૌથી વધુ વિકેટો ઝડપી ધૂમ મચાવનાર. તે વિરોધી બેટ્સમેનોને કોઈ તક આપતો નથી અને તેમના માટે આફત સાબિત થાય છે. પરંતુ ક્રિકેટ સિવાય તે અંગત જીવનમાં ખૂબ જ લાગણીશીલ અને નમ્ર વ્યક્તિ છે. ક્રિકેટ વર્લ્ડ કપ પૂરો થયા બાદ શમી રિલેક્સ મોડમાં છે. આ દિવસોમાં તે નૈનીતાલમાં ( Nainital ) રજાઓ ગાળી રહ્યો છે.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ( Viral Video ) શેર કર્યો છે, જેમાં તે દુર્ઘટનાગ્રસ્ત કારમાં ફસાયેલા વ્યક્તિને મદદ કરતો જોવા મળી રહ્યો છે. મોહમ્મદ શમીએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે ખૂબ જ ભાગ્યશાળી છે, ભગવાને તેને બીજું જીવન આપ્યું છે. ઉત્તરાખંડના નૈનિતાલ પાસે કાર દુર્ઘટના ( Car accident ) ગ્રસ્ત થઈ. શમીએ ત્યાં ઊભા રહીને અંદર ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ ( Rescue ) કર્યું અને તેનો જીવ બચાવ્યો. વીડિયોમાં ભારતીય ફાસ્ટ બોલર અને તેના સાથી લોકો દુર્ઘટનાગ્રસ્ત કારની પાસે ઉભા જોવા મળે છે.
View this post on Instagram
શમી ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
ભારતના ODI વર્લ્ડ કપ અભિયાનમાં પ્રભાવિત કરનારા ખેલાડીઓમાં મોહમ્મદ શમી એક અગ્રણી નામ હતું. કમનસીબે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી ઝડપી બોલર શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે લીગ તબક્કાની પ્રથમ 4 મેચોમાં તે ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો.
આ સમાચાર પણ વાંચોઃ 26/11 Mumbai Attack: કસાબ સામે કોર્ટમાં જુબાની આપનાર આ યુવતીની પારાવાર મુશ્કેલીઓ, એક દુઃખદ દાસ્તાન..જાણો વિગતે અહીં..
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈજા બાદ આ 33 વર્ષીય ફાસ્ટ બોલરને રમવાની તક મળી છે. તેણે તેની 7 મેચમાં 3 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હતી. આમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની 7 વિકેટનો પણ સમાવેશ થાય છે, જે વિશ્વ કપમાં અત્યાર સુધીનું ભારતીય ખેલાડીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ રમવામાં વ્યસ્ત છે. સૂર્યકુમાર યાદવ આ T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શમી સહિતના વરિષ્ઠ ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણીમાં ભારત હાલમાં 1-0થી આગળ છે.