News Continuous Bureau | Mumbai
MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni) ની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેના ચાહકો તેને ‘માહી’ અને ‘થાલા’ના નામથી પણ ઓળખે છે. મેદાનમાં પોતાની બેટિંગ અને શાનદાર સ્ટાઈલથી લોકોના દિલ જીતનાર MS Dhoni (MS Dhoni Viral Video) ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ ઇન્ટરનેટ પર મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફ્લાઈટ(Flight)માં મુસાફરી કરતી વખતે પોતાની સીટ પર બેસીને નિદ્રા લેતો જોવા મળે છે. આ દરમિયાન પ્લેનની એક એર હોસ્ટેસે (Air Hostess) ગુપ્ત રીતે તેનો એક વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.
જુઓ વિડીયો
Cutest video of the day ❤️🫶#MSDhoni pic.twitter.com/7uSSJepSgM
— Chakri Dhoni (@ChakriDhoni17) July 29, 2023
ધોની સુતો હતો, સાક્ષી મોબાઈલમાં વ્યસ્ત હતી
સોશિયલ મીડિયા પર ‘કેપ્ટન કૂલ’ અવાર નવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ એક વાયરલ વીડિયો(Viral video)માં મહેન્દ્ર સિંહ ધોની પ્રવાસ દરમિયાન ફ્લાઈટમાં લોકપ્રિય રમત રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેબિન ક્રૂ તેમને ચોકલેટ આપીને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. ફરી એકવાર તેનો વીડિયો ખૂબ ચર્ચામાં છે. 22 સેકન્ડના આ વીડિયોમાં વીડિયોમાં ધોની શાંતિથી સૂતો જોવા મળ્યો હતો જ્યારે તેની પત્ની સાક્ષી પોતાના ફોનમાં કંઈક જોવામાં વ્યસ્ત છે. આ દરમિયાન ફ્લાઇટની એર હોસ્ટેસે ગુપ્ત રીતે મહેન્દ્ર સિંહ ધોનીનો નિદ્રા લેતાનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં કેબિન ક્રૂ મેમ્બરનો યુનિફોર્મ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ ઈન્ડિગો ફ્લાઈટનો મામલો હોઈ શકે છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે.
આ સમાચાર પણ વાંચો : Bhopal: RTI માંથી મળ્યો 40000 પાનાનો જવાબ, આખી કાર કાગળોથી ભરાણી…, સરકારને 80 હજારનું નુકસાન થયું.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો….
યૂઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયા
આ વાયરલ વીડિયોમાં કોઈ એર હોસ્ટેસના આ કૃત્યને ક્યૂટ કહી રહ્યું છે તો કોઈ તેને પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપીને પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ એવા છે જેઓ ફ્લાઈટ એટેન્ડન્ટને નોકરીમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે.