News Continuous Bureau | Mumbai
70th National Film Awards : માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા પુરસ્કારો તરીકે જાણીતા, રાષ્ટ્રીય પુરસ્કારો એ કોઈપણ ફિલ્મ નિર્માતા માટે એક મોટી સિદ્ધિ છે. આ વખતે આ પુરસ્કારો તે ફિલ્મો માટે આપવામાં આવ્યા છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022 થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા દિગ્દર્શક-અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’એ 2022માં તેની પૌરાણિક કથા આધારિત સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ જોઈ ત્યારથી જ લોકો તેને નેશનલ એવોર્ડ માટે ફેવરિટ ગણાવી રહ્યા હતા.
70th National Film Awards: રાષ્ટ્રીય પુરસ્કારો 2024 વિજેતાઓની સંપૂર્ણ સૂચિ:
બેસ્ટ ફીચર ફિલ્મ : અટ્ટમ (મલયાલમ)
દિગ્દર્શક દ્વારા બેસ્ટ ડેબ્યુ ફિલ્મ: પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કાંતારા
બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ
બેસ્ટ ફિલ્મ (AVGC- એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક): બ્રહ્માસ્ત્ર
બેસ્ટ ડિરેક્શન: સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
બેસ્ટ અભિનેતા (મુખ્ય ભૂમિકા): ઋષભ શેટ્ટી (કાંતારા)
બેસ્ટ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા): નિત્યા મેનન (તિરુચિત્રમ્બલમ); માનસી પારેખ ( કચ્છ એક્સપ્રેસ )
બેસ્ટ અભિનેતા (સહાયક ભૂમિકા): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ અભિનેત્રી (સહાયક ભૂમિકા): નીના ગુપ્તા (ઉંચાઈ)
બેસ્ટ બાળ કલાકાર: શ્રીપથ (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ)
બેસ્ટ ગાયક (પુરુષ): અરિજીત સિંહ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ ગાયક (સ્ત્રી): બોમ્બે જયશ્રી, સાઉદી વેલાક્કા સીસી. 225/2009 (મલયાલમ ફિલ્મ)
બેસ્ટ સિનેમેટોગ્રાફી: રવિ વર્મન (પોન્નિયન સેલ્વન ભાગ 1)
બેસ્ટ પટકથા (ઓરિજિનલ): આનંદ એકરશી, અત્તમ (મલયાલમ)
બેસ્ટ પટકથા (સંવાદ): અર્પિતા મુખર્જી અને રાહુલ વી ચિટેલા (ગુલમોહર)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ આનંદ કૃષ્ણમૂર્તિ (પોન્નિયન સેલ્વન ભાગ 1)
બેસ્ટ સંપાદન: મહેશ ભુવાનંદ, અટ્ટમ (મલયાલમ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: અપરાજિતો (બંગાળી ફિલ્મ)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર: નિક્કી જોશી, કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
બેસ્ટ મેકઅપ: સોમનાથ કુંડુ, અપરાજિતો (બંગાળી ફિલ્મ)
બેસ્ટ સંગીત નિર્દેશન (ગીત): પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ સંગીત નિર્દેશન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલ્વન ભાગ 1)
બેસ્ટ ગીત: નૌશાદ સદર ખાન (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ કોરિયોગ્રાફી: જાની માસ્ટર અને સતીશ કૃષ્ણન (તિરુચિત્રમ્બલમ)
બેસ્ટ એક્શન ડિરેક્શન: અણબરીવ (K.G.F. ચેપ્ટર 2)
વિશેષ મેંશન: ‘ગુલમોહર’ માટે મનોજ બાજપેયી, ફિલ્મ ‘કધિકન’ માટે સંગીત નિર્દેશક સંજય સલીલ
બેસ્ટ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર
બેસ્ટ ફીચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2
બેસ્ટ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલ્વન ભાગ 1
બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાયસલ
બેસ્ટ ફીચર ફિલ્મ (મલયાલમ): સાઉદી વેલાક્કા સીસી. 225/2009
બેસ્ટ ફીચર ફિલ્મ (કન્નડ): કે. જી. એફ. ચેપ્ટર 2
બેસ્ટ ફીચર ફિલ્મ (મરાઠી): વલવી
બેસ્ટ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી
બેસ્ટ ફીચર ફિલ્મ (ઉડિયા): દમણ
બેસ્ટ ફીચર ફિલ્મ (બંગાળી): કાબેરી અંતર્ધાન
બેસ્ટ ફીચર ફિલ્મ (આસામી) : એમુથી પુથી
70th National Film Awards: વિશાલ ભારદ્વાજને 9મો રાષ્ટ્રીય પુરસ્કાર
‘મકબૂલ’, ‘હૈદર’ અને ‘કમીને’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવનાર ફિલ્મ નિર્માતા-સંગીત નિર્દેશક વિશાલ ભારદ્વાજે 9મી વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો છે. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ‘નોન-ફીચર ફિલ્મ’ વિભાગમાં, વિશાલને તેની શોર્ટ ફિલ્મ ‘ફુરસત’ માટે ‘બેસ્ટ સંગીત નિર્દેશક’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
વિશાલે એવોર્ડની જાહેરાત બાદ પોતાના નિવેદનમાં કહ્યું, ‘મારો 9મો નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું. આ આપણા દેશનો સૌથી મોટો એવોર્ડ છે. એકમાત્ર એવોર્ડ જે ખરેખર મહત્વપૂર્ણ છે. અને આ જીતવું એ મારા કામની સૌથી મોટી માન્યતા છે! આ માટે જ્યુરીનો આભાર. હવે મારે ડબલ ડિજિટ (10મો એવોર્ડ) માટે સખત મહેનત કરવાની જરૂર છે.